Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

પોલીસ સ્ટેશનનો નકલી સિક્કો મારી RTOમાંથી RC બુક મેળવવાનું કૌભાંડ ઝડપાયું

અમદાવાદ ગ્રામ્ય પોલીસે એજન્ટને ઝડપી લઇ કૌભાંડનો પર્દાફાશ કર્યો

અસલાલી પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર ઓફ પોલીસનો અશોક સ્તંભવાળો નકલી સિક્કો મારી આરટીઓમાંથી આરસી બુક કઢાવી આપતો હતો.

અમદાવાદ,૨૦
અમદાવાદ જિલ્લાના બારેજાનો RTO એજન્ટ ડુપ્લિકેટ આરસી બુક માટે જાતે જ પીએસઆઈ (PSI)નો બનાવટી સિક્કો મારતો અમદાવાદ ગ્રામ્ય પોલીસના હાથે બાતમીના આધારે પકડાયો છે. પોલીસે નકલી સિક્કા સહીત આરસી બુકો પકડી છે.

અમદાવાદ ગ્રામ્ય પોલીસે ધરપકડ કરેલા શખ્સનું નામ આરટીઓ એજન્ટ રફીક શેખ છે. અસલાલી પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર ઓફ પોલીસનો અશોક સ્તંભવાળો નકલી સિક્કો મારી આરટીઓમાંથી આરસી બુક કઢાવી આપતો હતો. બારેજા પ્રગતિ હોટલ પાસે અમદાવાદ ગ્રામ્ય પોલીસે એજન્ટને ઝડપી લઇ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. કોઇ વાહનની આરસી બુક ગુમ થઈ હોય અથવા તો ચોરાઈ ગઈ હોય તો નવી આરસી બુક મેળવવા માટે પોલીસનું પ્રમાણપત્ર જરૂરી હોય છે. બારેજાના એક આરટીઓ એજન્ટ રફીક શેખ ડુપ્લિકેટ આરસીબુક માટે અસલાલી પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટરનો બનાવટી સ્ટેમ્પ બનાવી દીધો હતો અને જાતે જ આવી અરજીઓ ઉપર સિક્કા મારીને સહી કરી દેતો હતો અને તે પ્રમાણપત્રને આધારે તે ડુપ્લિકેટ આરસી બુક મેળવી આપતો હતો.

અમદાવાદ ગ્રામ્ય પોલીસની ટીમને આ બાબતે જાણ થતા તેમણે આરટીઓ એજન્ટને ઝડપી લઇ તેની પાસેથી આવા સ્ટેમ્પ કબજે લીધા છે અને તેણે કેટલા લોકોને ખોટા પ્રમાણપત્રના આધારે ડુપ્લિકેટ આરસી બુક અપાવી તેની તપાસ શરૂ કરી છે. આરટીઓ એજન્ટ રફીક શેખ વર્ષો પહેલા અસલાલી પોલીસ સ્ટેશનના ક્રાઈમ રાઇટર હેડ એ. પી. પરમારને ઓળખતો હોવાથી તે પોતાની પાસે ક્રાઇમ રાઇટર હેડનો સિક્કો પણ રાખતો હતો અને એ.પી. પરમારના નામની સહી પણ કરી દેતો હતો.

અમદાવાદ ગ્રામ્ય એસઓજીને બાતમી મળી હતી કે, આરટીઓ એજન્ટ તરીકે કામ કરતો રફીકમીયા શેખ અસલાલી પોલીસ સ્ટેશનનો બનાવટી સિક્કો તથા પોલીસ સ્ટેશનના ક્રાઈમ રાઈટર એ.પી.પરમારના નામનો સ્ટેમ્પ પોતાની પાસે રાખીને ડુપ્લિકેટ આર.સી.બુક મેળવવા માટે પ્રમાણપત્રમાં પોતાની સહી કરી ખોટા અને બનાવટી પ્રમાણપત્ર બનાવી રહ્યો છે. અમદાવાદ ગ્રામ્ય એસઓજીની ટીમે તે જગાએ દરોડો પાડીને રફીક શેખને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી ૧૭ પ્રમાણપત્રોની ઝેરોક્ષ કે, જેમાં અલગ અલગ વાહન ચાલકોના નામ તથા સરનામા અને બનાવટી સિક્કા મારેલી ઝેરોક્ષ મળી આવી હતી. ઉપરાંત તેની પાસેથી પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર ઓફ પોલીસનો અશોક સ્તંભવાળો સ્ટેમ્પ અને ક્રાઈમ રાઈટર હેડના સ્ટેમ્પ ૨૦ આરસી બુક સહીતનું સાહિત્ય મળી આવ્યું હતું.

આરોપી છેલા ૫ વર્ષથી સક્રિય હતો તો કેટલા વાહનોની આરસી બુક મેળવી હતી તેની વિગતો મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે રફીક મીયા શેખની પૂછપરછ કરતા આર્થિક સંકડામણના કારણે અસલાલી પોલીસ સ્ટેશનનો સિક્કો ચારેક વર્ષ પહેલા આરટીઓમાં આવતાં ભરતભાઈ પટણી પાસેથી બનાવડાવ્યો હતો. કોરોના સમયે ભરતભાઈનું મોત થઈ ગયું હતું. બાદમાં અસલાલી પોલીસ સ્ટેશનમાં સોળ વર્ષ પહેલાં નોકરી કરતા ક્રાઈમ રાઈટર હેડ એ.પી. પરમારને ઓળખતો હોવાથી તેમના નામના બનાવટી સિક્કાઓ બનાવ્યા હતા. બાદમાં આરટીઓમાં વાહનોની આર.સી. બુક મેળવવા માટે ધક્કા ખાતા વ્યક્તિઓ પાસેથી અલગ અલગ નક્કી થયા મુજબની રકમ મેળવી કમ્પ્યૂટરાઈઝ બનાવેલા પ્રમાણપત્રની ખાલી જગ્યામાં નામ વાહન માલિકનું નામ, સરનામુ તથા વાહનનો એન્જિન, ચેસીસ નંબર તથા મીસીંગ નંબર અને તારીખ લઈને બનાવટી સિક્કા મારીને પ્રમાણપત્રો ડુપ્લિકેટ વાહનોની આરસી બુક કઢાવી આપતો અને આરસી બુક નીકળ્યા પછી જે-તે વાહન માલિકના ઘરે આરટીઓ કચેરીથી બારકોડ સ્ટીકર મારી તેમના નામ, સરનામા ઉપર ટપાલ મારફતે મોકલે તે વખતે તેમના ઓળખીતા ટપાલી મહેશ પરમાર ટપાલનું કવર જે-તે વાહન માલિકને તે કવર આપીને પૈસા કમાતો હોવાનું જાણવા મળ્યું હતુ.

આ મામલે અમદાવાદ ગ્રામ્ય એસઓજીની ટીમે આરોપીએ અત્યાર સુધી આવી કેટલી આરસી બુક બનાવીને આપી છે અને કેટલા ગ્રાહકો પાસેથી કેટલા પૈસા મેળવતો હતો તે અંગે સઘન પૂછપરછ હાથ ધરી છે. અત્યારે રફીક શેખ સહીત અન્ય ત્રણ આરોપી ચિંતન શાહ, હિતેશ ઠક્કર અને અબ્દુલ કદાર પઠાણની ધરપકડ કરી છે.

1 COMMENTS

  1. Wow, superb weblog layout! How lengthy have you ever been running a blog for?
    you made running a blog look easy. The total look
    of your site is excellent, let alone the content material!
    You can see similar here sklep online

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *