કાલોલ કસ્બા વિસ્તારની છ વર્ષીય નન્હે રોજેદાર મનતશાબાનૂએ રોઝા રાખી ખુદાની બંદગી કરી

0

કાલોલ,

કાલોલ શહેરના કસ્બા વિસ્તારમાં રહેતા તોફીકભાઇ રફીકભાઇ શેખની ૬ વર્ષીય પુત્રી મનતશાબાનૂએ રમઝાન માસનો પ્રથમ રોજો રાખી કાળઝાળ ગરમીમાં ૧૪ કલાક ભૂખ્યા તરસ્યા રહી માસૂમિયત અને નિખાલસ મને અલ્લાહની ઇબાદત કરી હતી. સમગ્ર વિશ્વમાં મુસ્લિમ બિરાદરોના પવિત્ર રમઝાન માસ દરમિયાન મુસ્લિમ બિરાદરોનો ઉત્સાહનો પ્રસંગ જોવા મળી રહ્યો છે ત્યારે કાલોલ કસ્બા વિસ્તાર ખાતે રહેતા અને કાલોલ નગરપાલીકામાં પ્લમ્બર તરીકે ફરજ બજાવતા તોફીકભાઇ રફિકભાઇ શેખની છ વર્ષીય પુત્રી મનતશાબાનૂએ પણ ભયંકર ગરમી વચ્ચે ૧૪ કલાક ભૂખ્યા તરસ્યા રહી જીવનનો પ્રથમ રોજો રાખી ખુદાની બંદગી કરી હતી. પોતાના પરિવારમાં પ્રથમ રોજો રાખનાર મનતશાબાનૂને પોતાના કુટુંબ સહીત મિત્ર મંડળે પણ મુબારક બાદી સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here