અમદાવાદ જિલ્લામાં જૂના મોબાઇલ સીમકાર્ડ ખરીદ વેચાણ પર આઇ.ડી.પ્રુફની વિગત સાથે રજીસ્ટર્ડ નંબર રાખવો ફરજિયાત

મોબાઇલ ફોનના ઉપયોગથી થતી ગુનાખોરી અટકાવવા જાહેર જનતાની જાન મિલકતની સલામતી અને સુરક્ષા માટે પ્રસિદ્ધ કરાયું આ જાહેરનામુ

અમદાવાદ,

અમદાવાદ જિલ્લામાં જૂના મોબાઇલ-સીમકાર્ડ (Mobile-Simcard) ખરીદ-વેચાણ કરતા વેપારીઓએ નામ-સરનામા-સંપર્ક નંબર, આઇ.ડી.પ્રુફની વિગત સાથેના રજિસ્‍ટરો નિભાવવા ફરજીયાત કરાયા. મોબાઇલ ફોનના ઉપયોગથી થતી ગુનાખોરી અટકાવવા જાહેર જનતાની જાન મિલકતની સલામતી અને સુરક્ષા માટે તથા કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ તેમજ જાહેર વ્‍યવસ્‍થાની જાળવણીના હેતુથી અમદાવાદ અધિક જિલ્લા મેજીસ્‍ટ્રેટ પરિમલ બી પંડ્યાએ જુના મોબાઇલ, ખરીદ-વેચાણ કરનારા તથા સીમકાર્ડ વેચનારા વિક્રેતાઓ માટે કેટલાક આદેશો ફરમાવ્‍યા છે. મોબાઇલના વેપારીઓએ જુનો મોબાઇલ ખરીદતી અને વેચાણ વખતે મોબાઇલની વિગત, કંપની, આઇ.એમ.ઇ.આઇ.નંબર, મોબાઇલમાં અગાઉ ઉપયોગમાં લેવાયેલ નંબર, મોબાઇલ સીમકાર્ડ વેચનારા અને ખરીદનારનું નામ, સરનામા તથા સંપર્કની વિગત, આઇ.ડી.પ્રુફની વિગત, મોબાઇલ સીમકાર્ડ વેચનાર અને ખરીદનારાના તાજેતરના ફોટા સાથેની સંપૂર્ણ વિગત સાથેના રજીસ્‍ટર નિભાવવા આદેશ કરાયો છે.

તા. ૦૮-૦૪-૨૦૨૨થી તા.૦૬-૦૬-૨૦૨૨ સુધી અમલી આ જાહેરનામાનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ મુજબ શિક્ષાપાત્ર થશે એમ જાહેરનામામાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પરિમલ બી પંડ્યાએ જણાવ્‍યું છે. ખાસ કરીને કેટલીક ઘટનાઓમાં આ પ્રકારે વિગતો મળતાં પોલીસ માટે કેસનું સોલ્યુશન આસાન બનતું હોય છે માટે આ રજિસ્ટ્રેશન ખૂબ જરૂરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here