Safeer News

Breaking News from Ahmedabad

પ્રતિકાત્મક તસ્વીર
દેશ

દાદા મારા નાના ભાઈના પ્રાઈવેટ પાર્ટને સ્પર્શ કરે છે અને મારી માતા પર ખરાબ નજર રાખે છે : સગીર યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી

સગીરે તેને, તેની માતા અને નાના ભાઈને તેના દાદા-દાદી અને પિતાથી બચાવવા પોલીસને અપીલ કરી છે.

કરનાલ,તા.૦૭

હરિયાણાના કરનાલમાં પોલીસે એક ફરિયાદ નોંધી છે જેમાં એક સગીર છોકરી દ્વારા ચોંકાવનારા નિવેદનો આપવામાં આવ્યા છે. સગીર યુવતીએ પોલીસમાં ફરિયાદ કરી છે કે, અમારા ઘરમાં વાતાવરણ સારું નથી. સગીરે તેના પિતા, દાદા અને દાદી પર ગેરરીતિનો આરોપ લગાવ્યો છે. સગીરે જણાવ્યું કે, તેના દાદા તેના નાના ભાઈના પ્રાઈવેટ પાર્ટને સ્પર્શ કરે છે અને તેની માતા ઉપર પણ ખરાબ નજર રાખે છે. પોલીસે હાલ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ આ મામલો કરનાલનો નથી પરંતુ દિલ્હીનો છે. વાસ્તવમાં આ પરિવારનું બીજું ઘર કરનાલમાં છે. આથી સગીર યુવતીએ કરનાલમાં બાળ કલ્યાણ સમિતિને જાણ કરી હતી. જે બાદ બાળ કલ્યાણ સમિતિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. કરનાલ પોલીસે ઝીરો એફઆઈઆર (FIR) નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

સગીર બાળકીએ બાળ કલ્યાણની સામે એવી અગ્નિપરીક્ષા સંભળાવી કે, જેણે પણ સાંભળ્યું તે ગભરાઈ ગયો. સગીર દીકરીએ કહ્યું છે કે, તેના ઘરનું વાતાવરણ બિલકુલ સારું નથી. સગીરે કહ્યું કે, તેના પિતા તેને અને તેની માતાને રોજ ખરાબ રીતે મારતા હતા. જ્યાં દાદા તેના ભાઈ સાથે દુષ્કર્મ કરે છે, જ્યારે સગીરાએ તેના ઘરે આ વાત કહી ત્યારે તેના પિતા અને દાદીએ પણ દાદાને ટેકો આપ્યો હતો.

સગીરે વધુમાં જણાવ્યું કે, તેના દાદાની પણ તેની માતા પર ખરાબ નજર છે. તેના દાદા તેની માતા સાથે સૂવાનો પ્રયાસ કરે છે. સગીરે સમગ્ર પરિવાર વિરુદ્ધ ઘરેલુ હિંસાનો કેસ દાખલ કર્યો છે. સગીરનું કહેવું છે કે, તેના પિતાએ પણ ઘરનું આખું વાતાવરણ બગાડ્‌‌યું છે. સગીરે તેને, તેની માતા અને નાના ભાઈને તેના દાદા-દાદી અને પિતાથી બચાવવા પોલીસને અપીલ કરી છે. સગીરે કહ્યું કે, તેની માતા અને તે આ બધું સહન કરીને થાકી ગયા છે, તેથી હવે તેમને આઝાદી જાેઈએ છે.

 

(જી.એન.એસ)