Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અનોખી પહેલ : “ફ્રી મેડિકલ બોડી ચેકઅપ રિપોર્ટ”નું કેમ્પ રાખી જન્મ દિવસની ઉજવણી કરી

શહેરના જમાલપુર રાયખડ ખાતે “ફ્રી મેડિકલ બોડી ચેકઅપ રિપોર્ટ”ના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેડિકલ કેમ્પ ફક્ત જમાલપુર રાયખડ વિસ્તારની તમામ મસ્જિદોના ઇમામ સાહેબો તેમજ અન્ય ધર્મના ઘર્મસ્થાનોમાં ફરજ બજાવતા ધર્મગુરૂઓ, પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના સભ્યો માટે બોડી ચેકઅપ (લોહીની તપાસ) તદ્દન મફત કરવાનું આયોજન કરવામા આવ્યું હતું.

“ABC ટ્રસ્ટ”ના પ્રમુખ ડો. જી. એ. શેખ (મુન્ના ભાઈ)ના જન્મ દિવસ નિમિત્તે એક અનોખુ પગલુ.

હાલના સમયમાં જન્મ દિવસ નિમત્તે ઘણા બધા ડોક્ટરો હોય કે કોઈપણ વ્યક્તિ હોય બધા જ લોકો કેક કાપીને તેમજ મિત્રો સાથે હોટલોમાં પાર્ટીઓ યોજીને જન્મ દિવસની ઉજવણી કરતા હોય છે. પરંતુ “ABC ટ્રસ્ટના પ્રમુખ ડો. જી.એ. શેખએ પોતાના જન્મ દિવસે “ફ્રી મેડિકલ બોડી ચેકઅપ રિપોર્ટ”નું કેમ્પ રાખીને એક ખુબ જ સરસ પહેલ કરીને લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

આ “ફ્રી મેડિકલ બોડી ચેકઅપ રિપોર્ટ”નું કેમ્પ જમાલપુર રાયખડ ખાતે વહેલી સવારે ૭.૩૦ થી ૯.૦૦ વાગ્યાના સુમારે રાખવામાં આવ્યું હતું જેમાં આસપાસની મસ્જિદોના ઈમામ સાહેબો અને પ્રિન્ટ મીડિયા તથા ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર મિત્રોએ લાભ લીધો હતો અને “ABC ટ્રસ્ટ”ના પ્રમુખ ડો. જી. એ. શેખ (મુન્ના ભાઈ)ને જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *