અમદાવાદ એરપોર્ટ પર ACમાં સાપ નીકળતા દોડધામ મચી

0

અમદાવાદ,તા.૧૮
માણસો દ્વારા વપરાતા મશીનોમાં સાપ મળવાના બનાવો વધી રહ્યા છે. તાજેતરમાં બનાસકાંઠામાં વોશિંગ મશીનમા તો વડોદરામાં એક મોપેડમાંથી સાપ નીકળ્યો હતો. ત્યારે હવે અમદાવાદ એરપોર્ટના એસી બોક્સ પર સાપ પહોંચી ગયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઇન્ટરનેશનલ ટર્મિનલ ટી-૨માં દીવાલ પર લગાવેલા એસીના બોક્સ ઉપર કંઈક સળવળતુ જાેવા મળ્યું હતુ. આ સળવળાટ જાેઈને લોકો ચોંક્યા હતા. જેને ધ્યાનથી જાેતા ત્યાં સાપ હોવાનું દેખાયુ હતું. આ જાણતા જ અધિકારીઓ પણ દોડતા આવી પહોંચ્યા હતા. સાપને પકડવા તાત્કાલિક વાઈલ્ડલાઈફ ફાઉન્ડેશનનો સંપર્ક કરાયો હતો. જાેતજાેતામાં ટીમ આવી પહોંચી હતી અને ગણતરીની મિનિટોમાં સાપનુ રેસ્ક્યૂ કર્યું હતું.

જાેકે, આ સાપનુ રેસ્ક્યૂ કરાયા બાદ એરપોર્ટ પરના અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ જ્યારે તેઓએ જાણ્યો કે આ કયા પ્રકારનો સાપ હતો તો તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તે એક કોબ્રા હતો. ઉલ્લેખનીય છે કે, એરપોર્ટ વિસ્તારમાં અનેકવાર પ્રાણીઓ ઘૂસી જવાના બનાવ બનતા હોય છે. કોબ્રાને રેસ્ક્યુ કર્યા બાદ તેને જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો. તાજેતરમાં જ ઇન્ટરનેશનલ ટર્મિનલ ટી-૨માંથી કોબ્રા મળવાની ઘટના બની હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here