Safeer News

Breaking News from Ahmedabad

દુનિયા

બ્રિટનમાં આર્થિક સંકટ : 100 પાઉન્ડની પણ બચત ના હોય તેવા લાખો લોકો

નવાઇની વાત તો એ છે કે, અનુભવ ધરાવતા લોકો પણ રોજગારીથી વંચિત રહે છે.

લંડન-બ્રિટેન,
આક્સ્મિક મુશ્કેલીનો સામનો કરવાના નાણા નથી. પાઉન્ડ કરન્સી દુનિયામાં મજબૂત ગણાય છે પરંતુ બ્રિટનમાં ૧.૧૦ કરોડ લોકો ભારે આર્થિક સંકટમાં જીવી રહયા હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે.

બ્રિટનમાં બચત યોજનાઓ ચલાવનારા રિઝોલ્યૂશન ફાઉન્ડેશનના જણાવ્યા અનુસાર લાખો લોકો પાસે આકસ્મિક મુશ્કેલી આવી જાય તો તેનો સામનો કરવા માટે નાણા બચત નથી. બ્રિટનમાં ૧૦૦ પાઉન્ડની પણ બચત ના હોય તેવા લાખો લોકો રહે છે.

છેલ્લા કેટલાક વર્ષોથી નાણા બચત ભૂલાતી જાય છે. જે ખૂબ ચિંતાનો વિષય છે. બેરોજગારીનો દર સતત વધતો જાય છે, નવાઇની વાત તો એ છે કે, અનુભવ ધરાવતા લોકો પણ રોજગારીથી વંચિત રહે છે. નોકરી અને સેવા નિવૃતિ પછી જીવન નિર્વાહના ખર્ચા પુરા કરવા મુશ્કેલ બની રહયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર બ્રિટનમાં આ પ્રકારની આર્થિક પરીસ્થિતિ કયારેય જાેવા મળી નથી.

 

(જી.એન.એસ)