Safeer News

Breaking News from Ahmedabad

દુનિયા

કુવૈતમાં પહેલીવાર હિન્દીમાં રેડિયો પ્રસારણ શરૂ થયાની ભારતીય દૂતાવાસે પ્રસંશા કરી

કુવૈત દ્વારા લેવામાં આવેલ આ પગલું બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે.

કુવૈત,તા. ૨૩
કુવૈતના ઇતિહાસમાં પહેલીવાર હિન્દીમાં રેડિયો પ્રસારણ શરૂ થયું છે. કુવૈતના ભારતીય દૂતાવાસે આ માહિતી આપી હતી. ભારતીય દૂતાવાસે કુવૈત રેડિયો પર FM 93.3 અને AM 96.3 પર દર રવિવારે હિન્દી કાર્યક્રમ શરૂ કરવા બદલ કુવૈતના સંચાર મંત્રાલયની પ્રશંસા કરી હતી.

ભારતીય દૂતાવાસે કહ્યું કે, કુવૈત દ્વારા લેવામાં આવેલ આ પગલું બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે.

 

(જી.એન.એસ)