Safeer News

Breaking News from Ahmedabad

મનોરંજન

એક નવા સબ્જેક્ટ સાથેની ગુજરાતી ફિલ્મ “નાસુર”નો પ્રીમિયર શો યોજાયો

(રીઝવાન આંબલીયા)

ફિલ્મની એક ટેગ લાઈન છે… “મારવાની પહેલી ઈચ્છા કે, પછી જીવવાની છેલ્લી ઈચ્છા” આ લાઇનને વળગીને સ્ટોરી પરફેક્ટ આગળ જઈ રહી છે.

નવા સબ્જેક્ટ સાથેની ગુજરાતી ફિલ્મ “નાસૂર” એટલે (ગુજરાતી ભાષા ગુજરાતી ગૌરવ) લગભગ બે થિયેટરમાં 700 લોકોથી હાઉસફુલ હતું.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના ઘણા બધા કલાકારો આ પ્રીમિયર શો જોવા આવ્યા હતા. ફિલ્મોના સબ્જેક્ટને લઈને બધામાં એક કુતૂહલતા જોવા મળી હતી કે, આપણે ખરેખર ગુજરાતી ફિલ્મ જ જોઇ રહ્યા છે કે, કોઈ હોલીવુડની ઇંગ્લિશ ફિલ્મ જોઈ તો નથી રહ્યા ને..!

લાઇટિંગથી લઈને ટેકનિકલ રીતે એટલી બેસ્ટ ફિલ્મ છે કે, કોઈએ સબ્જેક્ટને કેટલું વળગી રહેવું તે જો કોઇ કલાકારે શીખવું હોય તો આ ફિલ્મમાં જોવું જોઈએ. સ્ટોરી ઇંગ્લિશ ફિલ્મ ટાઇપની જ છે. અમુક વસ્તુ પ્રેક્ષકોએ જાતે સમજવા માટે ઇન્ટેલિજન્ટ બનવું પડશે. હોલીવુડ ફિલ્મની માફક સાચી રીતે એક એવી ફિલ્મ બની છે જે મેટ્રોસિટીને લાયક ફિલ્મ છે. મેગા સિટી લાયક ગુજરાતીમાં ઇંગલિશ અર્બન ફિલ્મ એવું કહેવું પડે.

હિતુ કનોડિયા એક એવા ફિલ્મ કલાકારોના ફેમિલીમાંથી આવે છે, છતાં એટલા નસીબદાર છે કે, જેવી ભૂમિકાઓ એમના બાપ-દાદાને પણ કરવા નથી મળી તે તેમને મળે છે કેમ કે, એ યુગ અલગ હતો. છતાં એ જમાનામાં એમણે ગુજરાતી ફિલ્મ તમે ચંપો અને અમે કેળ ગુજરાતી સસ્પેન્સ ફિલ્મ બનાવી. ગુજરાતી ડિસ્કો ફિલ્મ પણ બનાવેલી એટલે હંમેશા કંઈક નવું કરવાના તેઓના ફેમિલી ચાહક હંમેશા રહ્યા છે. એવી ભૂમિકાઓ એમના ભાગે મળી છે અને બખૂબી નિભાવી પણ છે. એક મલ્ટી ટેલેન્ટેડ કલાકાર તરીકે લોકો એમને હંમેશા યાદ કરશે તમે એમની કમઠાણ જુઓ તો ખાખી ફીલ્મ યાદ આવી જાય. અનેક પ્રકારના રોલ કરવામાં નસીબવંતા કલાકાર છે. નીલમ પંચાલ પોતાના રોલમાં પરફેક્ટ એમના ભાગે થોડું ઓછું છે પણ એવોર્ડ વિનર કલાકાર છે. થોડામાં પણ ઘણું બધું યાદગાર કરી જાય છે. ડેનિશા ઘુમરા અને હીના વરડે બંનેના ભાગે નાની નાની ભૂમિકા યથાવત પરફેક્ટ કરી રહ્યા છે. ફિલ્મની એડીટીંગ, લાઇટિંગ, સ્ટોરી, દરેક વસ્તુ મેટ્રોસીટી યંગસ્ટરને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આ ફિલ્મને મોટા મેગા સીટીમા ખૂબ આવકાર મળશે. બધાને ખૂબ મજા આવશે નવા પ્રયોગ છે, પોતાની ભાષાને આવકારજો તમામ કલાકારોને ખૂબ ખૂબ અભિનંદન. ફિલ્મની એક ટેગ લાઈન છે… “મારવાની પહેલી ઈચ્છા કે, પછી જીવવાની છેલ્લી ઈચ્છા” આ લાઇનને વળગીને સ્ટોરી પરફેક્ટ આગળ જઈ રહી છે.

રીસીલ જોશીના ડિરેક્શનમાં કોઈપણ જાતની કચાસ રહી નથી, તમામ કલાકારોએ આપેલો સાથ દેખાઈ આવે છે. એક બહુ સરસ પણ અગત્યની વાત ગઈકાલે ૨૧ ફેબ્રુઆરીએ જીતુભાઈ કનોડિયાનો બર્થ ડે હતો એ ઉજવવા સાથે પ્રીમિયર શો હતો, અને ફિલ્મમાં પણ એમના બર્થ ડેના સીનથી જ ચાલુ થાય છે, કદાચ વહેલો પ્રીમિયર શો રાખવાનું આ જ કારણ હતું. કાજલ મહેતાએ સ્ટોરી એકદમ હોલીવુડ અને ઇંગ્લીશ પિક્ચરની સ્ટાઈલની લખેલી છે હવે પછી કદાચ આવી સ્ટોરી લખવામાં યંગસ્ટર એમની પાસે આવી જ આશા રાખશે ફિલ્મના દરેક પાસા પોતાની રીતે પરફેક્ટ છે. ટેકનિકલથી લઈને ટીમ સાથે જોડાયેલા દરેક વ્યક્તિઓને ખૂબ ખૂબ અભિનંદન…!

Photography by Jayesh Vora️