Safeer News

Breaking News from Ahmedabad

દુનિયા

“ગાઝા” તરફી પોસ્ટ કરતા ગૂગલે ૨૮ કર્મચારીઓને બરતરફ કર્યા

ન્યુ યોર્ક સિટી અને કેલિફોનિર્યા બંને ઓફિસના પેલેસ્ટિનિયન તરફી કર્મચારીઓ જેઓ વિરોધ દરમિયાન પરંપરાગત આરબ હેડસ્કાર્ફ પહેરેલા જોવા મળ્યા હતા

ન્યુ જર્સી,તા.૧૮
અમેરિકા સ્થિત સર્ચ એન્જિન જાયન્ટ ગૂગલે તેના લગભગ ૨૮ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. અમેરિકાએ ઈઝરાઈલ હમાસ યુદ્ધમાં ઇઝરાયેલી સરકારની મદદ કરી તેનો વિરોધ કંપનીની ઓફિસમાં કરવા બદલ તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી.

ન્યુ યોર્ક સિટી અને કેલિફોનિર્યા બંને ઓફિસના પેલેસ્ટિનિયન તરફી કર્મચારીઓ જેઓ વિરોધ દરમિયાન પરંપરાગત આરબ હેડસ્કાર્ફ પહેરેલા જોવા મળ્યા હતા તેઓની આંતરિક તપાસ પછી તરત જ, વૈશ્વિક સુરક્ષાના Google વાઇસ પ્રેસિડેન્ટ ક્રિસ રેકોએ ૨૮ કર્મચારીઓને ફરજ પરથી બરતરફ કરવાની જાહેરાત કરી હતી. તેમણૅ બરતરફીનું કારણ આપતા જણાવ્યું કે, તેઓએ ઓફિસની જગ્યાઓ કબજે કરી અમારી મિલકતને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો એ સિવાય અન્ય કર્મચારીઓના કામમાં શારીરિક રીતે અવરોધ ઊભો કર્યો હતો. તેમની આ પ્રકારની વર્તણૂક અસ્વીકાર્ય હતી જેના કારણે સહકાર્યકરોને ભયનો અનુભવ થયો હતો. અમે અમારા કર્મચારીઓને ચેતવણી આપવા માંગીયે છીએ કે, આવા વર્તનનું અમારા કાર્યસ્થળમાં કોઈ સ્થાન નથી અને અમે તેને સહન કરીશું નહીં.

અહીં ઉલ્લેખનીય છે કે, જ્યારથી ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલના હુમલાઓમાં નિર્દોષ નાગરિકો અને બાળકોના મોત થયા છે ત્યારથી અલગ અલગ દેશોમાં આ પ્રકારના વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે.

 

(જી.એન.એસ)