Safeer News

Breaking News from Ahmedabad

Uncategorized

દમણના દરિયા કિનારે એક યુવતીએ અશ્લીલતાની તમામ હદ પાર કરી

ટોપલેસ થઈ દરિયા કિનારે લટાર મારતી યુવતીનો વીડિયો વાયરલ

રીલ્સના ચક્કરમાં લોકો હવે એવા ઘેલા થયા છે કે, ભાન ભૂલી રહ્યાં છે. એક સમય એવો હતો જેમાં સ્ત્રી લજ્જાનું રૂપ ગણાતી હતી. પરંતુ હવે સ્ત્રીઓ જ અશ્લીલતાની હદ પાર કરી રહી છે. ગુજરાતીઓ જે દરિયાએ જ્યાં છુટથી દારૂ પીવા જાય છે ત્યાં અંધારી રાતે બીચ પર એવુ જાેવા મળ્યું કે, ત્યાં હાજર લોકો રીતસરના હચમચી ગયા હતા.

દમણના દરિયા કિનારે એક યુવતીએ જાહેરમાં પોતાના કપડા ઉતાર્યા હતા. મોડી રાતે સૂમસામ દરિયા કિનારે બનાવેલી આ રીલ્સ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. દમણના દરિયા કિનારે એક યુવતીએ અશ્લીલતાની તમામ હદ પાર કરી હતી. ટોપલેસ થઈ દરિયા કિનારે લટાર મારતી યુવતીનો વીડિયો વાયરલ થયો છે.

 

મોડી રાત્રે સૂમસામ દરિયા કિનારે યુવતીની અશ્લીલ હરકત સામે આવતા સૌ કોઈ ચોંકી ગયા છે. આ વીડિયો દમણમાં નમો પથ અથવા રામ સેતુ પર શૂટ કર્યો હોવાનું અનુમાન છે. જાે કે, આ યુવતી કોણ છે તે હજી સામે આવ્યુ નથી. યુવતીનો ચહેરો પણ દેખાઈ નથી રહ્યો. પરંતુ જાહેરમાં યુવતીઓ હવે હદ પાર કરી રહી છે.

સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવા રીલ બનાવવા વીડિયો શૂટ કર્યો હોવાનું અનુમાન છે. જી.એન.એસ. (સફીર) ન્યુઝ આ વાયરલ વીડિયોની પુષ્ટિ નથી કરતું.

 

(જી.એન.એસ)