Safeer News

Breaking News from Ahmedabad

મનોરંજન

‘ભૂલ ભુલૈયા ૩’માં મંજુલિકાના રોલમાં વિદ્યા બાલને કમબેક કર્યું

વિદ્યા બાલનને પોતાના અંદાજમાં વેલકમ કરતાં કાર્તિકે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો.

મુંબઈ,
ન્યૂ એજ સ્ટાર્સમાં કાર્તિક આર્યનના સિતારા ચમકી રહ્યા છે. ‘ભૂલ ભુલૈયા ૨’ની સફળતા બાદ કાર્તિક આર્યનને મોટા બેનરની ફિલ્મો પણ ઓફર થઈ રહી છે. અગાઉ પોતાની ફિલ્મમાંથી કાર્તિકની હકાલપટ્ટી કરનાર કરણ જાેહર પણ તેની સાથે ફિલ્મ બનાવી રહ્યા છે. કાર્તિકની આ લોકપ્રિયતાને ધ્યાને રાખીને લાંબા સમયથી ‘ભૂલ ભુલૈયા ૩’ની તૈયારીઓ ચાલી રહી છે.

‘ભૂલ ભુલૈયા ૩’ ફિલ્મમાં મંજુલિકાના રોલમાં વિદ્યા બાલનની એન્ટ્રી ફાઈનલ થઈ છે. અગાઉ પણ વિદ્યાએ ‘ભૂલ ભુલૈયા’માં મંજુલિકાનો રોલ કર્યો હતો. કાર્તિકે વિદ્યા બાલનને આ રોલમાં વેલકમ કરી છે. કાર્તિક આર્યન પાસે હાલ ઘણી મોટા બજેટની ફિલ્મો છે. સામાન્ય રીતે કોમેડી અને રોમેન્ટિક ફિલ્મો કરનારા કાર્તિક આર્યને ‘ચંદુ ચેમ્પિયન’માં એક્શન હીરોનો રોલ કર્યો છે. આ ફિલ્મના ડાયરેક્ટર સાથે કાર્તિક વધુ એક બિગ બજેટ ફિલ્મ કરવાનો છે. કાર્તિકને સ્ટારડમ અપાવનારી ફિલ્મ ‘ભૂલ ભુલૈયા ૨’ બાદ હવે ‘ભૂલ ભુલૈયા ૩’ની તૈયારીઓ ચાલી રહી છે. કાર્તિકે આ ફિલ્મમાં મંજુલિકાના રોલમા વિદ્યા બાલનને વેલકમ કરી છે.

ઉલ્લેખનીય છે કે, ‘ભૂલ ભુલૈયા’માં અક્ષય કુમાર અને વિદ્યા બાલને સાથે કામ કર્યું હતું. જાે કે, સીક્વલ ‘ભૂલ ભુલૈયા ૨’માં અક્ષયની જગ્યા કાર્તિકે લીધી હતી અને વિદ્યા બાલનના બદલે આ રોલ માટે તબુની પસંદગી થઈ હતી. હવે ત્રીજા પાર્ટમાં વિદ્યાએ કમબેક કર્યું છે. પાછલા પાર્ટમાં કાર્તિકે રુહ બાબાનો રોલ કર્યો હતો.

બોક્સઓફિસ પર કોઈ ફિલ્મ ચાલતી ન હતી ત્યારે આશ્ચર્યજનક રીતે રુહ બાબાએ કમાલ કરી હતી. જેના કારણે ‘ભૂલ ભુલૈયા ૨’ કરતાં ત્રીજી ફિલ્મને વધારે મોટી બનાવવાનું આયોજન છે. વિદ્યા બાલનને પોતાના અંદાજમાં વેલકમ કરતાં કાર્તિકે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં મંજુલિકાના રોલમાં વિદ્યા બાલનની ‘ભૂલ ભુલૈયા’ અને રુહ બાબા તરીકે કાર્તિકની ‘ભૂલ ભુલૈયા ૨’ના પરફોર્મન્સ છે. કેપ્શનમાં કાર્તિકે લખ્યું છે કે, ભૂલ ભુલૈયાની દુનિયામાં મંજુલિકાની વાપસી થઈ ચૂકી છે. વિદ્યા બાલનને વેલકમ કરુ છું. કાર્તિક અને વિદ્યા બાલનની આ ફિલ્મને દિવાળી પર રિલીઝ કરવાનો પ્લાન છે.

 

(જી.એન.એસ)