Safeer News

Breaking News from Ahmedabad

મનોરંજન

“જવાન”નું ટ્રેલર જાેઇને સલમાને કહ્યું,“ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જાેઇશ”

સલમાને પોતાની કોમિક સ્ટાઇલમાં લખ્યું છે, “પઠાન જવાન બન ગયા. આઉટસ્ટેન્ડિંગ ટ્રેલર. એબ્સ્યોલુટલી લવ્ડ ઇટ. આ પ્રકારની ફિલ્મ તો આપણે થિયેટરમાં જ જાેવી જાેઇએ. હું તો પહેલાં જ દિવસે જાેઇશ. મઝા આ ગયા..”.

મુંબઈ,
સલમાન ખાને જિગરી દોસ્ત શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ‘જવાન’નાં ટ્રેલરનાં મોંફાટ વખાણ કર્યા છે અને થિયેટરમાં પ્રથમ દિવસે પ્રથમ શોમાં આ ફિલ્મ જાેવાનું વચન આપ્યું છે. ભાઇજાનના આ નિવેદનથી એસઆરકેના પ્રશંસકો તો ખુશખુશાલ થઈ ગયા છે.

બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાને પોતાનાં સોશિયલ મિડીયા હેન્ડલ પર જવાનનો પ્રિવ્યુ પોસ્ટ કરીને થિયેટરમાં “પ્રથમ દિવસે પ્રથમ શો” જાેવાની ઇચ્છા વ્યક્ત કરી છે. સલમાને પોતાની કોમિક સ્ટાઇલમાં લખ્યું છે, “પઠાન જવાન બન ગયા. આઉટસ્ટેન્ડિંગ ટ્રેલર. એબ્સ્યોલુટલી લવ્ડ ઇટ. આ પ્રકારની ફિલ્મ તો આપણે થિયેટરમાં જ જાેવી જાેઇએ. હું તો પહેલાં જ દિવસે જ જાેઇશ. મઝા આ ગયા..”. સલમાનનાં આ જેશ્ચરથી એસઆરકેનાં ફેન્સ તો ગદગદ થઈ ગયા અને કિંગ ખાનને સપોર્ટ કરવા બદલ સોશિયલ મિડીયા પર તેનો આભાર માન્યો. ઇન્સ્ટાગ્રામ પર રિલીઝ થયેલી આ પોસ્ટને પ્રથમ એક કલાકમાં જ પાંચ લાખથી વધુ લાઇક્સ મળી ગઈ. દરમિયાન, ‘જવાન’ના પ્રિવ્યુએ સૌથી વધુ વ્યુનો નવો રેકોર્ડ સર્જ્‌યો છે. ટ્રેલરને યુટ્યુબ સહિતનાં તમામ પ્લેટફોર્મ પર ૨૪ કલાકમાં ૧૧૨ મિલિયન વ્યુ મળ્યા છે, જે ૨૦૨૩માં સૌથી વધુ વાર જાેવાયેલું ટ્રેલર બન્યું છે. ટ્રેલરને યુટ્યુબ પર ૫૫ મિલિયન વ્યુ અને ૧.૮૪ મિલિયન લાઇક્સ મળી હતી.

અનેક ફિલ્મ સેલિબ્રિટીઝ ટ્રેલરની પ્રશંસા કરી ચૂક્યા છે. કરણ જાેહરે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર લખ્યું, ભાઇ, આ બ્લોકબસ્ટર ફિલ્મ હશે. તેમણે એટલીને ટેગ કરતાં લખ્યું, તમે ફરીથી કરી બતાવ્યું. અભિનેતા વિજય વર્મા. અભિનેત્રી નેહા ધુપિયા અને દિગ્દર્શક સુજાેય ઘોષે પણ ટ્રેલરની પ્રશંસા કરી હતી. એટલી દ્વારા દિગ્દર્શિત જવાનમાં નયનતારા અને વિજય સેથુપથી લીડ રોલમાં અને દિપીકા પદુકોણ વિશેષ ભૂમિકામા છે. ફિલ્મ ૭ સપ્ટેમ્બરનાં રોજ રિલીઝ થઈ રહી છે. સલમાન ખાને શાહરુખની પઠાનમાં કેમિયો કર્યો હતો, હવે દોસ્તી નિભાવવા શાહરૂખે પણ ટાઇગર થ્રીમાં કેમિયો કર્યો છે. ટાઇગર થ્રી ૧૦ નવેમ્બરનાં રોજ રિલીઝ થશે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *