Safeer News

Breaking News from Ahmedabad

દુનિયા

જાે બાઈડને રમઝાન અંગે આપી ચેતવણી : ગાઝામાં યુદ્ધવિરામ પર કોઈ વાતચીત નહીં..!

ગાઝામાં સંઘર્ષ વિરામ અને ઈઝરાયેલી બંધકોને મુક્ત કરવાને લઈ હમાસની સાથે ૩ દિવસની ચર્ચા કરી પણ તેનું કોઈ પરિણામ સામે આવ્યું નથી.

વોશિંગ્ટન,
અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડને મંગળવારે ચેતવણી આપી કે, જાે ઈઝરાયેલ અને હમાસ મુસ્લિમોના પવિત્ર મહિના રમજાન સુધી સીઝફાયર કરાર પર પહોંચવામાં નિષ્ફળ રહેશે તો એક મોટી ખતરનાક સ્થિતિ થશે. બાઈડને કહ્યું કે, ગાઝા પટ્ટીમાં યુદ્ધવિરામ કરાર ઈઝરાયેલના બંધકોને મુક્ત કરવાના બદલામાં હમાસના હાથમાં હતો પણ ત્રીજા દિવસની વાતચીત બાદ પણ સફળતાનો કોઈ સંકેત મળ્યો નથી.

ગાઝામાં સંઘર્ષ વિરામ અને ઈઝરાયેલી બંધકોને મુક્ત કરવાને લઈ હમાસની સાથે ૩ દિવસની ચર્ચા કરી પણ તેનું કોઈ પરિણામ સામે આવ્યું નથી. અમેરિકા, કતર અને ઈજિપ્તે સમજૂતી કરાવવા માટે મધ્યસ્થતા કરવા માટે ઘણા સમય સુધી પ્રયત્ન કર્યો છે.

કરાર હેઠળ હમાસ રમજાનના મહિના દરમિયાન સંઘર્ષ વિરામના અવેજમાં ૪૦ બંધકોને મુક્ત કરશે. ત્યારે ઈઝરાયેલને કેટલાક પેલેસ્ટાઈન કેદીઓને મુક્ત કરવા પડશે અને ગાઝામાં માનવતાવાદી રાહત સહાય આપવી પડશે. ઈજિપ્તના બે અધિકારીઓએ કહ્યું કે, ૩ દિવસની બેઠક પૂર્ણ થઈ ગઈ છે. તેમને કહ્યું કે, હમાસે આ પ્રસ્તાવ આપ્યો કે, મધ્યસ્થ આગામી દિવસોમાં ઈજરાયેલની સાથે ચર્ચા કરશે. હમાસે ઈજરાયેલના આક્રમણ બંધ કરવા, વિસ્તારમાંથી સૈનિકોને હટાવવા અને મોટી સંખ્યામાં પેલેસ્ટાઈન કેદીઓને મુક્ત કરવા સુધી અને પોતાની પાસે રાખેલા તમામ ૧૦૦ બંધકોને મુક્ત કરવાથી ઈનકાર કરી દીધો. હમાસના પ્રવક્તા જિહાદ તાહાએ કહ્યું કે, વાતચીત ચાલી રહી છે પણ હવે સમય ઈઝરાયેલનો છે. મધ્યસ્થોને અપેક્ષા હતી કે, રમજાન પહેલા એક કરાર થઈ જશે, ચંદ્ર દેખાવવાના આધારે તે માર્ચ મહિનામાં ૧૦ તારીખની આસપાસ શરૂ થશે.

 

(જી.એન.એસ)