Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદમાં એક જ દિવસમાં જાહેરમાં પાનની પિચકારી મારતાં લોકો પાસેથી ૧૦,૯૦૦ રૂપિયાનો દંડ વસુલાયો

શહેરના ૭ ઝોનમાં ચાર રસ્તાઓ તેમજ જાહેર રસ્તાઓ પર નાગરિકો દ્વારા જાહેરમાં થૂંકવા બાબતે ચેકીંગ હાથ ધરી ૧૦૬ લોકો પાસેથી ૧૦,૯૦૦ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.

અમદાવાદ,
જાહેર રસ્તા પર પાન-મસાલાની પિચકારી મારીને ગંદકી ફેલાવતા લોકો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) તંત્ર દ્વારા દંડનીય પગલાં સતત ૧૮માં દિવસે યથાવત જાેવા મળ્યા હતા. સતત ચાલી રહેલી આ કાર્યવાહી દરમિયાન દરરોજ સરેરાશ ૧૦૦ જેટલા લોકોને પકડીને તેમની પાસેથી દંડ વસૂલવામાં આવે છે.

શહેરના ૭ ઝોનમાં ચાર રસ્તાઓ તેમજ જાહેર રસ્તાઓ પર નાગરિકો દ્વારા જાહેરમાં થૂંકવા બાબતે ચેકીંગ હાથ ધરી ૧૦૬ લોકો પાસેથી ૧૦,૯૦૦ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. પૂર્વ ઝોન શીતલ સીનેમા રોડ, સત્યમ નગર રોડ, BRTS રોડ, સોનીની ચાલી, આદીનાથ રોડ, રામોલ ગામ, ડી માર્ટ રોડ પશ્ચિમ ઝોનમાં જી. બી. શાહ કોલેજ રોડ, ભઠ્ઠા રોડ, પાલડી ઉત્તર ઝોનમાં આંબાવાડી સર્કલ સરદારનગર, સુતરના કારખાના, હીરાવાડી ચાર રસ્તા, પાટિયા સર્કલ, રાજાવીર સર્કલ રોડ, કુબેર નગર, શ્યામ શિખર બ્રીજ, સરદાર ચોક, ભીડભંજન રોડ બાપુનગર, ત્રિકમલાલ ચાર રસ્તા દક્ષિણ ઝોનમાં કૃષ્ણબાગ, મેલડી માતા રોડ, શાહ-આલમ રોડ, સી.ટી.એમ, મોની હોટેલ, ઇશનપુર રોડ, શાહવાડી રોડ, હાટકેશ્વર રિંગ રોડ મધ્યઝોનમાં બી.આર.ટી.એસ. રોડ, ઘેવર સર્કલ, માધુપુરા ચોક ઉત્તર પશ્વિમ ઝોનમાં કારગીલ ચોકડિ, વંદેમાતરમ રોડ, ભુયંદદેવ રોડ, શીલજ રોડ, ગોટીલા ગાર્ડન, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ગોકુલ ધામ, વૃદાવન સોસાયટી, વોડાફોન ગલી સામે, વિશાલા સર્કલ પાસે, જુહાપુરા ચાર રસ્તા, સોબો સેન્ટર -૫, બોપલ, ગોકુલ ધામ – ૩, વૃંદાવન સોસાયટી જેવી જગ્યાઓ પર ગત રોજ ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૪નાં વહેલી સવારથી ૪૮ વોર્ડમાં કાર્યરત સ્વચ્છતા સ્કવોડએ ઝુંબેશ હાથ ધરી જાહેરમાં પાન-મસાલાં ખાઈ થૂંકતા ઝડપાયેલા કુલ ૧૦૬ ઇસમો પાસેથી રૂપીયા ૧૦૯૦૦/- નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત સ્માર્ટ સિટી પ્રોજેકટ અન્વયે શહેરમાં ટ્રાફીકનાં નિયમોનો ભંગ કરતા નાગરીકોને જેમ ઈ-મેમો મોકલી દંડ-વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવે છે, તેજ પ્રમાણે ૧૩૦થી વધારે ટ્રાફીક સિગ્નલો, જાહેર સ્થળો પર લગાવવામાં આવેલ ૬૦૦૦થી વધારે સી.સી.ટી.વી. કેમેરાનાં આધારે વાહનો ચલાવતા પાન-મસાલા ખાઇ જાહેરમાં થુંકનાર નાગરીકોની વીડિયો કલીપ ઈમેજ પરથી વાહન નંબર મેળવી દંડ ભરવા માટે તેઓનાં રહેઠાણનાં સરનામે ઈ–મેમો પણ મોકલવામાં આવશે.

 

(જી.એન.એસ)