6 વર્ષની બાળકી પર રેપ કરનારની રેલવે-ટ્રેક પરથી લાશ મળી, મંત્રીએ 2 દિવસ પહેલાં જ કહ્યું હતું- એન્કાઉન્ટરમાં મારી નાખીશું

0

હૈદરાબાદ,

તેલંગાણાના હૈદરાબાદમાં 6 વર્ષની બાળકી પર રેપ કરીને તેનું મર્ડર કરનાર આરોપીની લાશ રેલવે-ટ્રેક પરથી મળી આવી છે. પોલીસે શરીર પર પાડવામાં આવેલા ટેટૂ પરથી તેની ઓળખ કરી છે. તેલંગાણાના DGPએ પુષ્ટિ કરી છે કે શબ હૈદરાબાદના સિંગારેની કોલોનીમાં થયેલા રેપ અને મર્ડરના આરોપી પી રાજુ (30)નું છે. આરોપીનું શબ મળવાની સાથે જ હૈદરાબાદ (Haydarabad) પોલીસ અને સરકાર પર વિપક્ષ સવાલ ઉઠાવી રહ્યો છે, કારણ કે 2 દિવસ પહેલાં જ રાજ્યના શ્રમમંત્રી મલ્લા રેડ્ડીએ કહ્યું હતું કે અમે આરોપીને એન્કાઉન્ટરમાં મારી નાખીશું. વરનગલમાં રેલવે-ટ્રેક પરથી એક શબ મળ્યું છે. જ્યારે પોલીસ અહીં પહોંચી ત્યારે તેણે શબની તપાસ કરી અને હાથ પર પાડવામાં આવેલા ટેટૂના આધારે એ વાતની પુષ્ટિ કરી છે કે, આ વ્યક્તિ સૈદાબાદ રેપ-હત્યા ઘટનાનો આરોપી છે. હૈદરાબાદ સીપી અંજિની કુમારના જણાવ્યા મુજબ, હાલ તો એ તે જ આરોપી લાગી રહ્યો છે, જોકે આ અંગેની પુષ્ટિ સી પ્રકારનું રિઝલ્ટ આવ્યા બાદ જ કરી શકાય છે. એ પછી તેલંગાણાના ડીજીપીએ આ અંગેની પુષ્ટિ કરી છે.

તેલંગાણાના ડીજીપીએ ટ્વીટ કરીને લખ્યું છે કે સિંગારેની કોલોનીમાં રેપ અને મર્ડર કરનાર આરોપીનું શબ રેલવે-ટ્રેક પર મળ્યું છે. એ ધનપુર પોલીસ સ્ટેશન અંતર્ગત આવે છે. શરીર પર મળેલા નિશાનના આધારે આરોપીની પુષ્ટિ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે તેલંગાણાના હૈદરાબાદમાં 9 સપ્ટેમ્બરે એક 6 વર્ષની બાળકીનું શબ મળ્યું હતું. બાળકી પર પહેલા રેપ કરવામાં આવ્યો અને પછીથી તેની હત્યા કરવામાં આવી. પોલીસને 30 વર્ષના આરોપી પર શંકા હતી, જે બાળકીના પાડોશમાં રહેતો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here