Safeer News

Breaking News from Ahmedabad

દેશ

5Gની રેસમાં બધાને મ્હાત આપવા આવી રહ્યો છે Jioનો સ્માર્ટફોન, ખૂબ જ સસ્તામાં તમારા ખિસ્સામાં હશે ફોન

દેશમાં ઓક્ટોબર મહિનાથી 5G મોબાઈલ સેવા શરૂ થવા જઈ રહી છે. આ અંગે કેન્દ્રીય ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે ઓક્ટોબર સુધીમાં 5G મોબાઈલ સેવા શરૂ કરવામાં આવશે, ત્યારબાદ આ સેવા દેશના તમામ નાના અને મોટા શહેરોમાં વિસ્તરણ કરવામાં આવશે. આ જાહેરાત બાદ 5G મોબાઈલ બજારમાં લાવવા માટે દેશના ઘણા મોબાઈલ ઉત્પાદકો વચ્ચે સ્પર્ધા શરૂ થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે રિલાયન્સ જીયો (Reliance Jio) પોતાનો પહેલો સૌથી સસ્તો 5G સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહ્યું છે.

ટૂંક સમયમાં થશે લોન્ચ

રિલાયન્સ જીયો (Reliance Jio)ના સૂત્રોના જણાવ્યા મુજબ આ 5G સ્માર્ટફોન આ મહિનાના અંતમાં રિલાયન્સ કંપનીની AGM (Annual General Meeting)માં 29 ઓગસ્ટે લોન્ચ થઈ શકે છે. ગત વર્ષે તેના એન્ટ્રી લેવલ મોડલ, Jio Phone-Nextના સફળ લોન્ચ પછી JioPhone 5Gને ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે. તેની સાથે જ જીયો તરફથી 5જી સેવાઓ ટૂંક સમયમાં જ શરૂ કરવામાં આવશે.

આટલી હશે કિંમત

દેશમાં આ નવા Jio સ્માર્ટફોનની કિંમત 10,000 રૂપિયાથી ઓછી હોવાનું કહેવાય છે. જેથી તે સામાન્ય લોકો માટે સરળતાથી ઉપલબ્ધ થઈ શકે. તમને જણાવી દઈએ કે 2021માં લોન્ચ સમયે JioPhone Next ની કિંમત રિટેલમાં 6,499 રૂપિયા હતી.

આ હશે ફીચર્સ, એક નજરમાં સમજો

  • JioPhone 5Gમાં 6.5ની IPS LCD સ્ક્રીન HD+ સાથે મેળવી શકાય છે. તેમાં 60Hz રિફ્રેશ રેટ સપોર્ટ હોઈ શકે છે.
  • ડિવાઇસના ઓક્ટા-કોર ક્વોલકોમ સ્નેપડ્રેગન 480/5G ચિપસેટ દ્વારા સંચાલિત થવાની અપેક્ષા છે. અન્ય ફીચર્સમાં 32GB અને 4GB RAM નું એક્સપાન્ડેબલ સ્ટોરેજ સામેલ છે.
  • આ સ્માર્ટફોનમાં 13-મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા અને 2-મેગાપિક્સલ મેક્રો કેમેરા સાથે ડ્યુઅલ કેમેરા સેટઅપ છે.
  • આ મોબાઈલમાં સેફ્ટી માટે Biometric Authentication માટે સાઇડ-માઉન્ટેડ Fingerprint Sensor હશે.
  • JioPhone Nextની જેમ આ નવા ફોનમાં Pragati OS સુવિધા મળી શકે છે. તેમાં Google Play સર્વિસિઝ અને કેટલીક Jio એપ્સ બંને હોઈ શકે છે.
  • આ મોબાઈલમાં Google આસિસ્ટન્ટ, Google લેન્સ ઇનેબલ્ડ ક્વિક ટ્રાન્સલેશન સહિત કેટલાક અન્ય ફીચર્સ આપવામાં આવી શકે છે.
  • નવા JioPhone 5G માં 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ અને USB Type-C ચાર્જિંગ સાથે મજબૂત 5,000mAh બેટરી મળશે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *