Safeer News

Breaking News from Ahmedabad

Sports રમતગમત

૯ વર્ષ પહેલા મેથ્યુઝે અન્ય ખેલાડી સાથે જે હરકત કરી તેનું પરિણામ હવે મળ્યું

મેથ્યુઝ સાથે આ બધું થયું ત્યારે સોશિયલ મીડિયા પર ઘણા ચાહકો અને ભૂતપૂર્વ ક્રિકેટરોએ બાંગ્લાદેશની ખેલદિલી પર સવાલ ઉઠાવ્યા હતા.

વર્લ્ડકપ ૨૦૨૩માં શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં એન્જેલો મેથ્યુઝને ટાઈમ આઉટ કરવામાં આવતા વિવાદ થયો હતો. જ્યારે સમરવિક્રમા ૨૫મી ઓવરમાં આઉટ થયો ત્યારે એન્જેલો મેથ્યુઝ ક્રિઝ પર આવ્યો હતો. પરંતુ પહેલો બોલ રમતા પહેલા તેની હેલ્મેટની પટ્ટી તૂટી ગઈ અને તેણે નવું હેલ્મેટ ઓર્ડર કર્યું. આ સમયગાળા દરમિયાન એન્જેલો મેથ્યુઝ ભૂલી ગયો કે, તેણે પ્રથમ બોલ બે મિનિટમાં રમવાનો હતો અને વિરોધી કેપ્ટન શાકિબ અલ હસને અપીલ કરી કે, એન્જેલોએ વધુ સમય બરબાદ કર્યો છે જે બાદ અમ્પાયરે શ્રીલંકાના ઓલરાઉન્ડરને આઉટ આપી દીધો.

૯ વર્ષ પહેલા ઈંગ્લેન્ડ-શ્રીલંકા મેચમાં ઘટના બની હતી જે વિષે જણાવીએ…

જ્યારે મેથ્યુઝ સાથે આ બધું થયું ત્યારે સોશિયલ મીડિયા પર ઘણા ચાહકો અને ભૂતપૂર્વ ક્રિકેટરોએ બાંગ્લાદેશની ખેલદિલી પર સવાલ ઉઠાવ્યા હતા. જાે કે, કેટલાક વર્ષો પહેલા મેથ્યુઝે પણ કંઈક એવું જ કર્યું હતું જે સોમવારે તેની સાથે થયું. આ ઘટનાએ મેથ્યુઝને તેના ૯ વર્ષ જૂના વિવાદિત ર્નિણયની યાદ અપાવી હતી.

એન્જેલો મેથ્યુઝે શું કર્યું હતું..?

મેથ્યુઝના ટાઈમ આઉટ બાદ પાકિસ્તાની સ્પોર્ટ્‌સ જર્નાલિસ્ટ મજાર અરશદે ટ્‌વીટ કરીને આ ખેલાડી પર નિશાન સાધ્યું હતું. અર્શદે ટ્‌વીટ કર્યું કે, શાકિબે કંઈ ખોટું કર્યું નથી કારણ કે, તેણે મેથ્યુઝ વિરુદ્ધ નિયમો મુજબ અપીલ કરી હતી. તેણે આગળ લખ્યું – મેથ્યુઝ પણ આ વાત સમજી જશે કારણ કે, જ્યારે તે ૨૦૧૪માં શ્રીલંકાનો કેપ્ટન હતો ત્યારે તેણે ઇંગ્લેન્ડના જાેસ બટલર વિરુદ્ધ માંકડની અપીલ પાછી ખેંચવાની ના પાડી દીધી હતી.

એન્જેલો મેથ્યુઝને દંડ કરવામાં આવશે જે વિષે પણ જણાવીએ…

એન્જેલો મેથ્યુઝ બાંગ્લાદેશ સામેની મેચમાં ન માત્ર ટાઈમ આઉટ થયો હતો પરંતુ હવે તેના પર દંડ પણ થઈ શકે છે. વાસ્તવમાં, જ્યારે મેથ્યુઝને આઉટ આપવામાં આવ્યો ત્યારે તે ખૂબ જ ગુસ્સે થઈ ગયો હતો. આ પછી, તેણે પેવેલિયનમાં જતી વખતે તેનું હેલ્મેટ ફેંકી દીધું. આ ICC આચાર સંહિતાનું ઉલ્લંઘન છે અને હવે મેથ્યુઝની મેચ ફી કાપવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે, અફઘાનિસ્તાનના ઓપનર ગુરબાઝે દિલ્હીના મેદાન પર જ ગુસ્સામાં પોતાનું બેટ ફેંકી દીધું હતું, જેના પછી તેને દંડ ફટકારવામાં આવ્યો હતો.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *