Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વધુ એક નવા આકર્ષણની શરૂઆત, સપ્તાહના અંતે પ્રવાસીઓનું મનોરંજન કરશે SRP પોલીસ બેન્ડ

સાજીદ સૈયદ, નર્મદા

• SRP પોલીસ બેન્ડની દેશભક્તિ અને શૌર્યની ધૂનથી પ્રવાસીઓના અનુભવને વધુ યાદગાર બનાવશે
• પોલીસ બેન્ડ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં દર શનિ-રવિવારે સાંજે ૬:૦૦થી ૭:૦૦ વાગ્યા સુધી મુલાકાતીઓને મંત્રમુગ્ધ કરશે
• પોલીસ બેન્ડ દ્વારા સ્ટેટ રિઝર્વ પોલીસ (SRP)ના કર્મચારીઓ તેમના સંગીત કૌશલ્યનું પ્રદર્શન કરતા જોવા મળશે

એકતાનગર,નર્મદા:

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેતા પ્રવાસીઓના અનુભવોને વધુ યાદગાર બનાવવા માટે હંમેશા પ્રતિબદ્ધ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલની મુલાકાત લેતા પ્રવાસીઓની યાત્રાને રસપ્રદ બનાવવા માટે SOUADTGAએ હવે વધુ એક નવું આકર્ષણ ઉમેરાયુ છે. જે અંતર્ગત હવે પ્રવાસીઓને સપ્તાહના અંતે એટલે કે, શનિવાર અને રવિવારના રોજ SRP પોલીસ બેન્ડના સંગીતમય પ્રદર્શનનો આનંદ માણવાની એક સુખદ તક મળશે.

આ અંગે વાતચિતમાં SOUADTGAના અધિક કલેક્ટર ગોપાલ બામણીયાએ જણાવ્યુ હતુ કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વિશ્વ સ્તરીય પ્રવાસન સ્થળ તરીકે જાણીતુ બન્યુ છે. ત્યારે “દેશ-વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા માટે આવે છે, ત્યારે પોલીસ બેન્ડ દેશભક્તિ અને શૌર્યની ધૂનથી પ્રવાસીઓના અનુભવોને વધુ યાદગાર બનાવશે.”

આજથી શરૂ થયેલા પોલીસ બેન્ડે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉપસ્થિત તમામ દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. પોલીસ બેન્ડના આ શાનદાર લાઈવ પરફોર્મન્સને જોવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી હતી. નોંધનીય છે કે, પોલીસ બેન્ડ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં દર શનિ-રવિવારે સાંજે ૬:૦૦થી ૭:૦૦ વાગ્યા સુધી મુલાકાતીઓને મંત્રમુગ્ધ કરશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેતા પ્રવાસીઓ પોલીસ બેન્ડના લાઈવ સંગીતમય પ્રદર્શનનો આનંદ માણી શકશે.

સ્ટેટ રિઝર્વ પોલીસ (SRP) યુનિટના કર્મચારીઓ તેમના સંગીત કૌશલ્યનું પ્રદર્શન કરતા જોવા મળશે, જે ચોક્કસપણે ત્યાં હાજર દરેકને એક સુખદ અનુભવ પ્રદાન કરશે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *