Safeer News

Breaking News from Ahmedabad

દેશ

સાયબર ફ્રોડ : લોકોને છેતરવા માટે નવી સ્કીમ લઈને આવ્યા

માત્ર એક મહિલાને ગર્ભવતી બનાવો અને ૧૩ લાખ રૂપિયા ઈનામ મેળવો

નવાદા,

તમે સાયબર ફ્રોડના ઘણા કિસ્સાઓ વાંચ્યા હશે, પરંતુ આ એક બાકીના કરતા અલગ છે. યુવાન છોકરાઓને ફસાવવા માટે સાયબર ઠગ્સ એવી યુક્તિનો ઉપયોગ કરે છે જેમાં ઘણા લોકો સરળતાથી ફસાઈ જાય છે.

હા બિહારના નવાદામાં ખરેખર આવું બન્યું છે. અહીં ઘણા છોકરાઓના WhatsApp પર આવા કેટલાક મેસેજ આવ્યા કે, “જાે તમને પૈસાની ચિંતા છે.” “શું તમે કરોડપતિ બનવા માંગો છો ?” તો આ સ્કીમ તમારા માટે છે. તમારે વધારે કરવાની જરૂર નથી. માત્ર એક મહિલાને ગર્ભવતી કરવી પડશે અને જ્યારે તેને બાળક થશે તો તમને ૧૩ લાખ રૂપિયા ઈનામ તરીકે મળશે. આવી લોભામણી સ્કીમો આપીને છોકરાઓને ફસાવી રહ્યા હતા. રાહતની વાત એ છે કે, પોલીસે સાયબર ઠગના આ રેકેટનો પર્દાફાશ કર્યો છે અને ૮ લોકોની ધરપકડ કરી છે.

એક અહેવાલ મુજબ, સાયબર ઠગની આ દુષ્ટ ગેંગને ચલાવનાર કિંગપીનનું નામ મુન્ના કુમાર છે. હાલ તે પોલીસની પકડમાંથી બહાર છે. તે જલ્દી પકડાઈ જશે. પોલીસ તેને શોધવામાં વ્યસ્ત છે. આ ઠગ યુવાન છોકરાઓને મહિલાઓ સાથે સંબંધો અને ૧૩ લાખ રૂપિયાના ઈનામનું વચન આપીને તેમની પાસેથી પૈસા પડાવતા હતા. તપાસમાં સામે આવ્યું છે કે, સ્કીમનો લાભ લેવા માટે સાયબર ઠગ છોકરાઓને ૭૯૯ રૂપિયામાં રજીસ્ટ્રેશન કરાવતા હતા. ત્યારબાદ તે છોકરાઓના ફોન પર ઘણી સ્ત્રીઓના ફોટા મોકલતા હતા અને તેમાંથી પસંદગી કરવાનું કહેતા હતા. એક છોકરાને મહિલાનો ફોટો પસંદ કરતાની સાથે જ તેની પાસે સિક્યોરિટી ડિપોઝીટ માંગવામાં આવી હતી. સિક્યોરિટી ડિપોઝીટ ૫ થી ૨૦ હજાર રૂપિયાની વચ્ચે હતી. આ ડિપોઝીટ તે પસંદ કરેલી સ્ત્રીની સુંદરતા પર આધારિત છે અને જલદીથી કોઈ પૈસા ટ્રાન્સફર કરી લેતો હતો. સાયબર ઠગ રજીસ્ટ્રેશન ફી અને સિક્યોરિટી ડિપોઝીટ લઈને પૈસા કમાતા હતા અને પછી છોકરા સાથે સંપર્ક સમાપ્ત કરી દેતા હતા.

આ તમામ ગેમ ફોન દ્વારા જ કરવામાં આવી હતી. સાયબર ઠગ છોકરાઓને પણ કહેતા હતા કે, સંબંધ બાંધ્યા પછી ભલે સંતાન ન થાય તો પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. જાે મહિલા ગર્ભવતી થઇ તો તમને ૫ લાખ રૂપિયા ચોક્કસ મળશે. જાે કે, પોલીસે આવા મેસેજ અને સ્કીમથી સાવધાન રહેવા જણાવ્યું છે અને સાયબર ફ્રોડ રેકેટના લીડરને શોધી રહી છે.

(GNS)