Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

“સબડકો શબ્દ”નો શીર્ષકતળે કવિ સંમેલનનું ટી પોસ્ટ દેસી કાફે ખાતે ખાસ આયોજન

(રીઝવાન આંબલિયા)

અમદાવાદ,

અમદાવાદના જાણીતા ટી પોસ્ટ દેસી કાફે સિંધુ ભવન ખાતે તા. 29 ડિસેમ્બરે રાત્રે શિયાળાની ઠંડીમાં એક ખાસ કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

“સબડકો શબ્દનો” શીર્ષકતળે ગુજરાતના નામાંકિત કવિઓ કૃષ્ણ દવે, ભાવેશ ભટ્ટ, ભાવિન ગોપાણી, હર્ષવી પટેલ દ્વારા સુંદર કવિતાઓની રજુવાત કરવામાં આવી હતી અને ગુજરાતના જાણીતા કવિ રઈશ મણીયારના સંચાલનમાં કાર્યક્રમનું આયોજન થયું હતું.

ટી પોસ્ટ દેસી કાફેના દર્શન દાસાની, સમીર દાસાની ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કવિઓનું સ્વાગત કર્યું હતું.

આ કાર્યક્રમમાં ગુજરાતી મનોરંજન જગતના જાણીતા કલાકારો ઓજસ રાવલ, હેમાંગ દવે, મિત્રા ગઢવી સાથે  સોસીયલ મીડિયામાં જાણીતા પોઝિટિવ પાજી પણ ઉપસ્થિત રહ્યા હતા.

દર્શકોએ દરેક કવિઓને “વાહ વાહ”ના આસ્વાદ સાથે વધાવ્યા હતા.