Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

વરેડિયા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત : સરપંચે વિપક્ષનાં આરોપોને પાયાવિહોણા ગણાવ્યા

મલેક યસદાની, ભરૂચ (7043265606)

ગ્રામ્યમત લઈ કાર્યવાહી કરવામાં આવે, કરેલા વિકાસના કામો ઈ-સ્વરાજ એપ પર મુકવામાં આવ્યાં છે : ફજિલાબેન દુધવાલા

ભરૂચ જિલ્લાના વરેડિયા ગ્રામ પંચાયતના સરપંચ ફઝીલાબેન દુધવાલા વિરુદ્ધ ગ્રામ પંચાયત વિપક્ષના છ સદસ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત રજુ થતા સમગ્ર જિલ્લા તેમ જ તાલુકામાં આ મુદ્દો ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. ત્યારે અવિશ્વાસની દરખાસ્તને લઈ સરપંચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ બોલાવી વિપક્ષ દ્વારા પોતાની વિરૂધ્ધ કરાયેલા તમામ આરોપોને પાયા વિહોણા ગણાવતા સમગ્ર મામલામા નવો વળાંક આવ્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ ભરૂચ તાલુકાના વરેડિયા ગ્રામ પંચાયતના ઉપસરપંચ દ્વારા અન્ય પાંચ સભ્યોને લઇને ગ્રામ પંચાયતના ઈનચાર્જ તલાટી કમમંત્રી કરણસિંહ ચાવડા સમક્ષ અવિશ્વાસની દરખાસ્ત રજુ કરી હતી, તેમજ આ સંદર્ભે તાલુકા વિકાસ અધિકારીને પણ કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
ત્યારે વરેડીયા ગામના મહિલા સરપંચે ગ્રામ પંચાયત કચેરી ખાતે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવીને તેમના વિરૂધ્ધ કરાયેલ તમામ આક્ષેપોને રદીઓ આપ્યો હતો અને તલાટી દ્વારા આ બાબતે ગ્રામજનોનો મત લઈ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.

સરપંચ ફાજીલાબેન દુધવાલાએ જણાવ્યું હતું કે, “પાછલાં બે વર્ષમાં મે બાવીશથી પચ્ચીસ લાખના વિકાસના કામો કર્યા છે જે ઈ-સ્વરાજ એપ પર ઓનલાઈન મુકેલ છે. જો કોઈને લાગતું હોય કે, મે કોઈ કામમા ચેડા કર્યા હોય તો મારા વર્ક ઓર્ડરની માહિતી આરટીઆઈ (RTI) દાખલ કરી માંગી શકો છો અને જો એ વર્ક ઓડર મુજબ કામ ન થયા હોય તો તે સંબધિત અધિકારી જે સજા કરશે એ મને મંજુર છે.” તેમની વિરૂધ્ધ અવિશ્વાસ દખાસ્તમા જણાવ્યા મુજબ સરપંચ વિકાસના કામો થવા દેતા નથી એવા આરોપનું ખંડન કરતાં તેમણે જણાવ્યું હતું કે, “ગામનુ દરેક કામ વોર્ડ મુજબ ગ્રાન્ટને અનુલક્ષીને થાય છે મે પંચાયતના દરેક સભ્યોને જણાવ્યું હતું કે, દરેક સભ્યો તેમના વોર્ડના બાકી કામોની રજૂઆત કરે જેમ જેમ ગ્રાન્ટ આવશે તેમ તેમ આપણે કામ કરતા જઈશુ મે સભ્યોને સમય પણ આપેલો પરંતુ એ લોકોએ કોઈ પણ જાતની માહિતી મને આપી નથી” તેમણે વધુમા જણાવ્યુ હતુ કે, “હુ ગામને વિકાસશીલ ગામ બનાવવા માંગુ છુ પરંતુ વિરોધીઓ મારા ઉપર ખોટા આરોપો લગાવી કામોમાં વિક્ષેપ ઉભો કરે છે.” તેમણે ગ્રામ પંચાયતના સભ્ય રાજેશભાઈ સોલંકી ઉપર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, “તેઓ ગામમાં રહેતા જ નથી તો તેમને કઈ રીતે ખબર કે ગામનો વિકાસ ક્યાં અટક્યો છે..?” તેમણે ઉપસરપંચ ઉપર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, “તેઓ સત્તાની લાલસામાં બે મિટિંગમાં ગેરહાજર રહી ત્રીજી મિટિંગમાં જ હાજર થાય છે જેથી કરી તેમના ઉપર કોઈ પગલાં ન લઈ શકાય.”

ગ્રામજનોના જણાવ્યા મુજબ સરપંચ ફજિલાબેન શિક્ષિત મહિલા હોવાથી ચુંટણી બાદ ગ્રામ પંચાયતના તમામ આઠ સભ્યોએ તેમને સર્વાનુમતે ટેકો જાહેર કર્યો હતો. ગ્રામજનોએ મહિલા સરપંચની કામગીરીના વખાણ કર્યા હતા. ત્યારે હવે આરોપ પ્રત્યારોપ વચ્ચે તપાસમા શું નીકળશે અને તાલુકા વિકાસ અધિકારી આ મામલે શુ પગલાં લે છે એ જોવુ રહ્યુ.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *