Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદ : AMCના એસ્ટેટ ખાતાની મીલીભગતથી વસ્ત્રાલમાં દબાણોનું સામ્રાજ્ય

અમિત પંડ્યા

ગુજરાત હાઇકોર્ટની ટકોરને પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ ખાતું ઘોરીને પી ગયું તેવું લાગે છે.

અમદાવાદ પૂર્વમાં ઝડપથી વિકસિત વસ્ત્રાલ વિસ્તારમાં યોગ્ય પ્લાન પાસ કરાવી યેનકેન પ્રકારે BU પરમિશન મેળવી લેવાય છે ત્યારબાદ વિસ્તારમાં આવેલ મોટા ભાગના શોપિંગ કોમ્પલેક્ષમાં એસ્ટેટ ખાતાની મીલીભગતથી ગેરકાયદેસર દબાણનો રાફડો ફાટયો છે.

વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ મોટા ભાગના શોપિંગ મોલ તથા રહેણાક સોસાયટી એસ્ટેટ ખાતાની રહેમ નજર હેઠળ દબાણો થઈ રહ્યા છે. શોપિંગ મોલ તથા મોટાભાગમાં રહેણાક ફ્લેટની બહારની દુકાનોમાં બહારની બાજુ વિવિધ સ્ટોલને મંજૂરી આપી મોસમોટા ભાડા ઉઘરાવાય રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. મોલ ની બહારના ભાગમાં સ્ટોલ કોઈની રહેમ નજર હેઠળ બે રોકટોક ચાલે છે ઉપરાંત વસ્ત્રાલ રિંગ રોડ પર આવેલ વેદ આર્કેદ મોલની બહાર અનેક પ્રકારની ખાણીપીણીની લારી ગલ્લા વાળા તરફથી પણ મોટા પ્રમાણમાં દબાણ થઈ ગયેલ છે. જે સાંજના 6 વાગ્યા બાદ મોટા પ્રમાણમાં દબાણ કરી રહ્યા છે જેના કારણે સર્વિસ રોડ પર ટ્રાફિક જામ થાય છે અને નાના મોટા અકસ્માત થતાં હોય છે. ઉપરાંત આ વિસ્તારમાં અનેક આવા શોપિંગ સેન્ટરની બહાર વિવિધ લારી કે, સ્ટોલ ઊભા થઈ જવાના કારણે લોકો રોડ પર પોતાના વાહનો પાર્ક કરવા મજબૂર બન્યા છે જેના કારણે ટ્રાફિક પોલીસ ક્રેન મારફતે વાહનો ટ્રોય કરે છે પરંતુ ત્યાં ટ્રાફિકને અડચણ રૂપ ખાણીપીણીના લારિ ગલ્લાને કઈ નથી કહેવામાં આવતું.

ઉલ્લેખનીય વાત એ છે કે, એસ્ટેટ ખાતાની દબાણની ગાડી પહોંચે એ પહેલાં તો લારી વાળા પાસે પહેલેથી સમાચાર આવી જાય છે જેથી કરી તેઓ પોતાની લારી જેતે જગ્યા પર ખસેડી લે છે અને દબાણની ગાડી આવી અહીં દબાણ નથી તેમ કહી ચાલી જાય છે અને જેવી દબાણની ગાડી ચાલી જાય કે, તુરંત લારીઓનું દબાણ ફરી પાછું થઈ જાય છે અને પરિસ્થિતિ જેમની તેમ થઈ જાય છે. આવું ખાલી મોલની આસપાસ નથી પરંતુ સમગ્ર વિસ્તારની આવી જ પરિસ્થિતિ છે મોટાભાગના શોપિંગ કોમલેકસમાં દુકાનદારો વિવિધ પ્રકારના લારીગલ્લા મૂકી ભાડાની વસુલાત કરી રહ્યા છે તેમના દ્વારા થયેલ પાર્કિંગ એરિયાના દબાણના કારણે આવનાર ગ્રાહકો રોડ પર વાહન મૂકવા મજબૂર બને છે. ઉપરાંત કેટલીક રોડ પર આવેલ ડુપ્લેકસ સોસાયટીમા રહેણાકના બદલે શેડ બનાવી દુકાનો તૈયાર કરવામાં આવી છે ત્યાં બેરોકટોક ધંધાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે.

સોસાયટીના લોકો દ્વારા આ અંગેની લેખિતમાં વારંવાર રજૂઆત કરવામાં આવી છતાં પણ એસ્ટેટ ખાતા દ્વારા દબાણ દૂર કરવા માટે કોઈ પણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં નથી આવી રહી. જો કાર્યવાહી કરવા દબાણની ગાડી પહોંચે તે પહેલાં તો લારી ધારકને પહેલાથી જ સમાચાર આપી દેવામાં આવે છે જેથી કરીને તે સમયે તેઓ પોતાની લારી ત્યાંથી ખસેડી લે છે. શું લારી વાળાઓ દ્વારા નિયમિત રીતે હપ્તા આપવામાં આવે છે ? તેવું લાગી રહ્યું છે.

આ હપ્તા રાજ બંધ કરી ગુજરાત હાઇકોર્ટના દિશાનિર્દેશ મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું પૂર્વ ઝોન એસ્ટેટ ખાતું દ્વારા કોઈ નક્કર કાર્યવાહી થાય.
વસ્ત્રાલ વિસ્તારના લોકોની માંગણી છે કે, આવા દબાણો હટાવવા માટે અધિકારીઓ દ્વારા સાંજના 6 વાગ્યા પછી કાર્યવાહી કરવામાં આવે અને નક્કર પગલાં લેવામાં આવે અને ફરીથી આ જગ્યા પર લારીનું દબાણ ફરીથી ન થાય તેનું આયોજન કરી વારંવાર દબાણ હટાવાની કાર્યવાહી થાય.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *