Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

રાજ્યસભાના સાંસદ ઇમરાન પ્રતાપગઢીના હસ્તે ડો. જી.એ. શેખ (મૂન્ના ભાઇ)નું સન્માન કરવામાં આવ્યું

અમદાવાદ,તા.20

શહેરના સી. જી. રોડ પર આવેલ હોટલ એલીનિયા ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ સમાજના આગેવાનો, શિક્ષકો, ડોક્ટરો અને વકીલો માટે ખાસ યોજવામા આવ્યો હતો, જેમા મુખ્ય મહેમાન તરીકે રાજ્યસભાના સાંસદ ઇમરાન પ્રતાપગઢી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોગ્રામમાં “ABC ટ્રસ્ટ”ના સંચાલક ડો. જી.એ. શેખ (મૂન્ના ભાઇ)ને સૌથી વધુ મફત મેડિકલ કેમ્પ કરવા બદલ રાજ્યસભા સાંસદ ઇમરાન પ્રતાપગઢીના હસ્તે ટ્રોફી આપી અને શાલ ઓઢાવીને સન્માન કરવામા આવ્યુ હતુ.

આ પ્રોગ્રામમાં ૫૦ જેટલા ડોકટરો, વકીલો, શિક્ષકો અને કોંગ્રેસના આગેવાનોની હાજરીમાં ડો. જી.એ. શેખ (મૂન્ના ભાઇ)ને રાજ્યસભા સાંસદ ઇમરાન પ્રતાપગઢીના હસ્તે ટ્રોફી આપી અને શાલ ઓઢાવીને સન્માન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ડો. જી.એ. શેખ (મૂન્ના ભાઇ) “ABC ટ્રસ્ટ”નુ સંચાલન કરે છે અને મફત મેડિકલ કેમ્પ સહિત મેડિકલ ક્ષેત્રે ખુબ જ ઉત્કૃષ્ટ કામગીરી કરે છે જે બદલ “ABC ટ્રસ્ટ”ના સંચાલક ડો. જી.એ. શેખ (મૂન્ના ભાઇ)ને એવોર્ડ આપી સન્માન કરવામા આવ્યુ હતુ..

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *