Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

રાજકોટ : જન્માષ્ટમી તહેવારને અનુલક્ષીને શહેરભરમાં પોલીસનું મોડી રાત્રે સરપ્રાઇઝ ચેકીંગ

અબરાર એહમદ અલવી

પોલીસ કમિશનર, એડિશનલ પોલીસ કમિશનરની સૂચના અંતરગત ડ્રાઈવ

રાજકોટ શહેરમાં આગામી જન્માષ્ટમી તહેવારની ઉજવણીને લઈને મોડી રાત્રે સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરાયું હતું. એડિશનલ પોલીસ કમિશનરશ્રી વિધિ ચૌધરી, ડીસીપી સજ્જનસિંહ પરમાર, ડીસીપી સુધીરકુમાર દેસાઈ, ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી પૂજા યાદવની સૂચના અનુસાર તમામ એસીપીશ્રીઓની રાહબરીમાં તમામ પીઆઇ, પીએસઆઇ, ક્રાઇમ બ્રાન્ચ, એલસીબી બંને ઝોનની ટિમો, એસઓજી, ટ્રાફિક બ્રાન્ચ, પોલીસ મથકોના ડી સ્ટાફની ટીમો દ્વારા મોડી રાત્રે ઓચિંતા ચેકીંગ ડ્રાઈવ યોજાઈ હતી.

શહેરના અનેક મુખ્ય ચોક ખાતે વાહન ચેકીંગ થયું હતું અને જરૂર જણાયે કાર્યવાહી કરવામાં આવી હતી. તસવીરોમાં ચેકીંગ કાર્યવાહી જોઈ શકાય છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *