Safeer News

Breaking News from Ahmedabad

દેશ

મધ્યપ્રદેશની એક સરકારી હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત મહિલાના માથાના ઘા પર ડોક્ટરે કોટન રૂની જગ્યાએ કોન્ડોમનું ખાલી પેકેટ બાંધી દીધું

મધ્યપ્રદેશની એક સરકારી હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી

આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.

મધ્યપ્રદેશ,તા.૨૧

મધ્યપ્રદેશના મુરેના જિલ્લામાં સ્થિત એક સરકારી હોસ્પિટલમાં મોટી બેદરકારીનો મામલો સામે આવ્યો છે. અહીં એક વૃદ્ધ મહિલા તેના માથાના ઘા પર પાટો બાંધવા આવી હતી. આ દરમિયાન ડોક્ટરોએ હોસ્પિટલમાં ઘાયલ મહિલાના માથાના ઘા પર કોટનને બદલે કોન્ડોમનું ખાલી પેકેટ નાખ્યું. આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે મહિલા સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં પહોંચી. આ કેસનો વીડિયો સામે આવ્યા બાદ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.

મુરેન જિલ્લાના પોરસા વિસ્તારના ધરમગઢ ગામમાં રહેતી ૭૦ વર્ષની વૃદ્ધ મહિલાને માથાના ભાગે ઇજા પહોંચી હતી. ઘરની છત પરની ઇંટ મહિલાના માથા પર પડી હતી, જેના કારણે માથામાં ઉંડો ઘા પડ્યો હતો. લોહી વહી રહ્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે પરિવારજનો તેને લઇને પોરસા હોસ્પિટલ પહોંચ્યા, જ્યાં તેના ઘા પર પાટો બાંધવામાં આવ્યો હતો. ત્યારબાદ વૃદ્ધ મહિલા જિલ્લા હોસ્પિટલ મુરેના પહોંચી હતી. જિલ્લા હોસ્પિટલમાં જ્યારે મહિલાના માથા પરનો પાટો ખોલવામાં આવ્યો તો ડોક્ટર અને કમ્પાઉન્ડર બંને સ્તબ્ધ થઈ ગયા હતા. હકીકતમાં ઘાની ઉપર કોટન રૂની જગ્યાએ કોન્ડોમનું ખાલી પેકેટ બાંધવામાં આવ્યું હતું.

આ મામલે વીડિયો પણ સામે આવ્યો છે. આ મામલો ચર્ચામાં આવતા મુરેના એડીએમ (ADM) નરોત્તમ ભાર્ગવે તપાસ કર્યા બાદ કાર્યવાહીના આદેશ આપ્યા છે. એડીએમએ કહ્યું કે, આ મામલો અમારા ધ્યાને આવ્યો છે. મેં આખો વીડિયો જાેયો છે. સીએમએચઓથી આ વિશે વાત ચાલી રહી છે. તપાસ ચાલી રહી છે. જે દોષિતો છે તેમના પર કાર્યવાહી કરવામાં આવશે.

મધ્ય પ્રદેશના મુરેન જિલ્લાની સરકારી હોસ્પિટલમાં મોટી બેદરકારી સામે આવી છે. જ્યાં એક વૃદ્ધ મહિલા તેના માથાના ઘા પર પાટો બંધાવા આવી હતી. તે દરમિયાન હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત મહિલાના માથાના ઘા પર ડોક્ટરે કોટન રૂની જગ્યાએ કોન્ડોમનું ખાલી પેકેટ બાંધી દીધું હતું. તેનો ખુલાસો ત્યારે થયો, જ્યારે મહિલા સારવાર માટે જિલ્લા હોસ્પિટલ પહોંચી. આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *