Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

ભરૂચથી રાજકારણમાં સક્રિય રહીશ : મર્હૂમ અહેમદ પટેલની પુત્રી મુમતાઝે આપ્યા પ્રબળ સંકેત

ભવિષ્યમાં કોંગ્રેસમાં સક્રિય રહેશે તે પણ આજે બુધવારે ભરૂચની મુલાકાત વેળા તેમણે જણાવ્યું હતું

ચૂંટણીમાં ભરૂચની જંબુસર બેઠક ઉપર મુમતાઝ પટેલ હોય શકે છે પ્રબળ ઉમેદવાર કોંગ્રેસવાળા ભાજપમાં જાય છે એ સિલસિલો બદલવો પડશે.

યોગ્ય સમય અને પ્લેટફોર્મ મળ્યે સક્રિય રાજનીતિમાં જોડાવવાના અગાઉ પણ મરહુમ અહેમદ પટેલની પુત્રીએ આપ્યા હતા સંકેત.

કોંગ્રેસના દિવંગત વરિષ્ઠ નેતા અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલનું સક્રિય રાજકારણમાં પ્રવેશવા તેજ બનતું ગ્રાઉન્ડ વર્ક

કોંગ્રેસના દિવંગત વરિષ્ઠ નેતા અને ભરૂચના પનોતા પુત્ર સ્વ. અહેમદ પટેલની દીકરી મુમતાઝ પટેલે યોગ્ય સમય અને પ્લેટફોર્મ મળયે પિતાના પરોપકાર સિવાય બીજા વારસા એવા સક્રિય રાજનીતિમાં પ્રવેશવાના સ્પષ્ટ સંકેતો આપ્યા છે. ભવિષ્યમાં કોંગ્રેસમાં સક્રિય રહેશે તે પણ ભરૂચમાં આજે બુધવારે ભરૂચની મુલાકાત વેળા તેમણે જણાવ્યું હતું.

મરહુમ અહેમદ પટેલના દીકરી મુમતાઝ પટેલે આજે બુધવારે ભરૂચ કોંગ્રેસ કાર્યાલયની મુલાકાત લીધી હતી. રાજનીતિમાં જોડાવા અંગે મીડિયાએ પૂછેલા સવાલમાં તેમણે જણાવ્યું હતું કે, ભવિષ્યમાં કોંગ્રેસમાં તે પણ ભરૂચમાં સક્રિય રહેવાનું કહ્યું હતું. પોલિટિક્સમાં પણ સારું કામ જરૂર કરીશ. અમે પિતા અહેમદભાઈના પોલિટિકલ વારસદાર નથી પણ રાજકારણમાં સારો મોકો મળ્યો તો જરૂર ભરૂચથી સક્રિય રહેશે. કોંગ્રેસમાંથી લોકો ભાજપમાં જાય છે, તેને પણ સમસ્યા ગણાવી આ સિલસીલાને બદલવો પડશે તેમ મુમતાઝ પટેલે કહ્યું હતું.

અગાઉ મુમતાઝ પટેલ કહી ચુક્યા છે કે તેઓ, સમુદાય અને રાષ્ટ્રીય નિર્માણનો ભાગ બનવા ઈચ્છે છે. તેમને લાગે છે કે તેમનો જન્મ તેના માટે થયો છે. તેઓ સક્રિય રાજકારણમાં જોડાવા માટે યોગ્ય સમય અને પ્લેટફોર્મની રાહ જોઈ રહ્યા છે. જો કે તેમણે રાજકીય પક્ષમાં સીધા જોડાતા પહેલા પોતાના માટે મેદાન બનાવવા માટે સમાન વિચારધારા ધરાવતા લોકો સાથે વાત કરવાનું પણ શરૂ કર્યું છે. પિતા અહેમદ પટેલે પાછળ છોડેલા પરોપકારી વારસાને તે પ્રથમ પ્રાથમિકતા આપવા માંગે છે.

હવે મુમતાઝ પટેલની સક્રિય રાજકારણમાં પ્રવેશવાની ગતિવિધિઓ વધુ તેજ બનતી હોવાના સ્પષ્ટ સંકેતો દેખાઈ રહ્યા છે. ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં તેઓ માટે કોંગ્રેસ ભરૂચ જિલ્લાની જંબુસર વિધાનસભા બેઠક ઉપર નજર દોડાવે તેવી ચર્ચા પણ કોંગ્રેસ અને રાજકીય વર્તુળોમાં હવે ચર્ચાઈ રહી છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *