Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

વેપારીઓએ 31 જુલાઇ સુધીમાં લેવો પડશે કોરોના રસીનો પહેલો ડોઝ, નહીંતર ધંધો થશે બંધ !

ફાઇલ ફોટો

ગાંધીનગર,

દેશમાં કોરોના વાયરસને લીધે છેલ્લા દોઢ વર્ષથી વેપાર ધંધા ઠપ્પ થઇ ગયા છે. લોકડાઉન બાદ સરકાર તબક્કાવાર છુટછાટ આપી રહી છે. આ વચ્ચે આજે ફરીથી ગુજરાત સરકારે જાહેરનામું બહાર પાડ્યું છે. જે મુજબ આઠ મહાનગરમાં જે વેપારીઓ અને તેમને ત્યાં કામ કરતા કર્મચારીઓએ 1 ઓગસ્ટ સુધીમાં કોરોનાની રસીનો પહેલો ડોઝ લેવો ફરજિયાત છે. જો તેમણે રસી નહીં લીધી હોય તો તેમને કામકાજ કરવા દેવામાં આવશે નહીં.

આજ રોજ ગુજરાત સરકાર દ્વારા નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેનો અમલ 20 જુલાઈથી લાગુ થશે. આ જાહેરનામા મુજબ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, અને જુનાગઢમાં આગામી 20 જુલાઈથી 1 ઓગસ્ટ સુધી રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુનો સમય લંબાવવામાં આવ્યો છે. રાત્રિ કર્ફ્યુના સમયગાળા દરમિયાન ફક્ત આવશ્યક સેવાઓ ચાલુ રાખી શકાશે.

આ સાથે દુકાનારો, વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટ યાર્ડ, ગુજરી બજાર, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વેપારીઓ પોતાની દુકાન રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકશે. આ સાથે માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલા લોકોએ 31 જુલાઈ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવો પડશે નહીંતર તેમનો વેપાર ધંધો બંધ કરાવવામાં આવશે.

નિયંત્રણો
-રેસ્ટોરન્ટ રાત્રે 9 વાગ્યા સુધી 60 ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે
-રેસ્ટોરન્ટ્સમાં હોમ ડીલિવરીની સુવિધા રાત્રે 12 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે
-જીમ 60 ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે
-જાહેર બાગ-બગીચા રાત્રે 8 વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લા રહેશે
-લગ્ન પ્રસંગમાં મહત્તમ 150 વ્યક્તિઓને મંજૂરી રહેશે. લગ્ન માટે Digital Gujarat Portal પર નોંધણી કરાવવી પડશે.
-સામાજિક, ધાર્મિક કાર્યક્રમોમાં મહત્તમ 200 વ્યક્તિ એકત્રિત થઈ શકશે
-પબ્લિક અને પ્રાઈવેટ બસ 100 ટકા ક્ષમતા સાથે જ્યારે એસી બસ 75 ટકા ક્ષમતા સાથે
-અંતિમક્રિયા/દફનવિધીમાં મહત્તમ 40 લોકોને મંજૂરી
-સિનેમા થિયેટરો, ઓડીટોરિયમ, હોલ, મનોરંજન સ્થળો મહત્તમ 60 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે
-વોટર પાર્ક અને સ્વિમીંગ પુલ 60 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે

1 COMMENTS

  1. Wow, wonderful blog layout! How lengthy have you ever been blogging for?
    you make blogging look easy. The full look of your web site is excellent, let alone the content material!
    You can see similar here e-commerce

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *