Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

પોઇચા ગામના ગુમ થયેલા યુવકને શોધવા પિતાએ પોલીસની મદદ માંગી

સાજીદ સૈયદ, નર્મદા

નર્મદા જિલ્લાના નાદોડ તાલુકાના પોઇચા ખાતે રહેતો એક યુવક તારીખ 23/9/2023ના રોજ પોતાના ઘરેથી ફોર્ચ્યુનર ગાડી લઈ પાસપોર્ટ કઢાવવા જાવ છું એમ કહી ઘરેથી નીકળ્યા બાદ યુવકનો પત્તો ન લાગતા તેના પિતાએ પુત્ર ગુમ થયા અંગે રાજપીપળા પોલીસ મથકમાં જાણ કરી છે.

નર્મદા જિલ્લાના નાદોદ તાલુકાના પોઇચા ગામના ડેરીવાળું ફળિયુમાં રહેતો ભદ્રેશભાઈ ઉર્ફે રોની દિનેશભાઈ બારીયા ઉ.વ.૩૭  તા.23/09/2023ના રોજ બપોરના આશરે એક વાગ્યે પોતાના ઘરેથી રાજપીપલા ખાતે પાસપોર્ટ કઢાવવા માટે જાઉ છું તેમ કહી ફોર્ચ્યુનર ફોર વ્હિલ ગાડી નં-GJ-22-P-5454 લઈને નીકળી પાછો નહીં ફરતા પરિવારજનો ચિંતામાં પડી ગયા હતા અને આ યુવકનો મોબાઈલ પણ બંધ આવતો હતો. 
યુવકના પિતાએ તેના ગુમ થવા અંગે રાજપીપળા પોલીસ મથકમાં જાણ કરી હતી. આ ગુમ થયા અંગેની પોલીસ તપાસ ચલાવી રહી છે અને આ યુવાનનો મોબાઇલ લોકેશન ટ્રેક કરી તેની શોધખોળ હાથ ધરી છે.
     

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *