Safeer News

Breaking News from Ahmedabad

આરોગ્ય સફીર

પેટની ચરબીને માખણની જેમ ઓગાળવા ઘરે કરો આ સરળ એક્સેસાઇઝ

તમારા પેટની ચરબી બહુ વધી ગઇ છે અને પેટ બહાર આવી ગયુ છે તો આ એક્સેસાઇઝ તમારા માટે સૌથી બેસ્ટ છે.

વધતુ વજન આજના લોકો માટે એક મોટી સમસ્યા બની ગઇ છે. ઘણી વાર તમામ કોશિશો કર્યા પછી પણ વજન ઝડપથી ઉતરતુ હોતુ નથી. આજના આ સમયમાં વજન ઉતારવા માટે લોકો જીમમાં જતા હોય છે તેમજ બીજી અનેક ઘણી મહેનત કરીને પોતાનું વજન ઉતારતા હોય છે. આ સાથે જ ઘણાં લોકો ડાયટ પણ ફોલો કરતા હોય છે. વધારે પડતી ચરબી સ્વાસ્થ્યને અનેક રીતે નુકસાન પહોંચાડે છે. વજન વધવાને કારણે બ્લડ શુગર, હાઇ કોલેસ્ટ્રોલ અને હાર્ટને લગતી બીમારીઓનો શિકાર જલદી બની જવાય છે. આ માટે પેટની ચરબીને ઓછી કરવી ખૂબ જરૂરી છે. આમ, જો તમે ઝડપથી વજન ઉતારવા ઇચ્છો છો તો આ એક્સેસાઇઝ તમારા માટે સૌથી બેસ્ટ છે.

ટો ટચ સિંગલ આર્મ

આ એક્સેસાઇઝ કરવા માટે જમીન પર પીઠના બળ પર સુઇ જાવો. ત્યારબાદ એક પગ ઉપર ઉઠાવો અને બન્ને હાથથી અડવાની કોશિશ કરો. આ એક્સેસાઇઝ કરતા સમયે શરીરને તમે હળવુ કરી દો. પછી આ સ્થિતિમાં થોડી વાર રહો અને પછી બીજા પગની સાથે આ પક્રિયામાં રહો. આ એક્સેસાઇઝ કરવાથી તમારા પેટની ચરબી અંદર જાય છે અને તમારું વજન પણ ઉતરે છે. આ માટે તમે પણ રેગ્યુલર આ એક્સેસાઇઝ કરવાનું શરૂ કરી દો.

લેગ રેજ

લેગ રેજ એક્સેસાઇઝ દરેક વ્યક્તિ માટે સારી સાબિત થાય છે. આ એક્સેસાઇઝ કરવા માટે તમે જમીન પર સુઇ જાવો અને બન્ને હાથ ખોલીને જમીન પર રાખો. ત્યારબાદ બન્ને પગને એકદમ સીધા કરીને નીચેથી ઉપરની તરફ લઇ જાવો. ધ્યાન રહે કે તમારા બન્ને પગથી 90 ડિગ્રીનું કોણ બને અને આ દરમિયાન લોઅર બેક પર દબાવ ના આપો. આ એક્સેસાઇઝ કરવાથી લોઅર બેલી ફેટ ઓછુ થાય છે. પ્રેગનન્સી પછી તમારું પેટ બહુ વધી ગયુ છે તો તમે આ એક્સેસાઇઝ કરવાનું શરૂ કરી દો. આ એક્સેસાઇઝ તમારા પેટની ચરબીને ઓછી કરે છે જેના કારણે તમારું બહાર આવી ગયેલુ પેટ અંદર જાય છે અને બોડી સ્લિમ થાય છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *