Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

દહેગામ : બળદને બચાવવા જતા ખેડૂતનું નદીમાં ડૂબી જવાથી મોત

જયમીન ચૌહાણ

ખેડૂત બળદને પકડવા પાછળ-પાછળ ગયો હતો, બળદ મેશ્વો નદી પાસે પહોંચી ગયું હતું.

ગાંધીનગર,તા.૨૩

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના અમરાજીના મુવાડા નજીકથી પસાર થતી મેશ્વોનદી નજીકમાં આવેલા એક ખેતરમાંથી ખેડૂતનું બળદ છૂટીને નાસી છૂટ્યું હતું. જે નજીકમાં આવેલી મેશ્વો નદી પાસે ગયું હતું. ખેડૂત બળદને પકડવા પાછળ-પાછળ ગયો હતો. બળદ નદી પાસે પહોંચી ગયો હતો જેને બચાવવા જતા ખેડૂતનું નદીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે દહેગામ પોલીસે અકસ્માત મોત દાખલ કરી વધુ તપાસ હાથ કરી છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *