Safeer News

Breaking News from Ahmedabad

દેશ

તમારા કામના સમાચાર / મોબાઈલ દ્વારા આધાર કાર્ડમાં બદલો તમારું નામ, એડ્રેસ અને જન્મ તારીખ, જાણો સમગ્ર પ્રોસેસ

આધાર કાર્ડમાં કોઈ સુધારો કરવો હોય તો તમને યાદ આવતી હશે આધાર સેન્ટર (Aadhaar Centre)ની લાંબી લાઈનો, પરંતુ હવે આધારમાં સુધારા માટે તમારે કોઈ સેન્ટર પર જવાની જરૂર નથી. સરકારે આ સમસ્યાને ખતમ કરી દેવામાં આવી છે અને યૂઆઈડીએઆઈ (UIDAI) તરફથી જણાવવામાં આવ્યું છે કે આધારમાં કેટલીક ડિટેલ્સને તમે તમારા મોબાઈલ દ્વારા જ સુધાર કરી શકશો. તો ચાલો તમને જણાવીએ કે આધારમાં એવી કઈ માહિતી છે, જેને તમે જાતે સુધારી શકશો ? આ ઉપરાંત સુધારવાની રસ્તો શું છે ?

50 રૂપિયા ચુકવવા પડશે

યૂઆઈડીએઆઈ (UIDAI) એ એક ટ્વિટમાં જણાવ્યું છે કે તમે વસ્તી વિષયક વિગતો (નામ, જન્મ તારીખ, લિંગ, સરનામું) સરળતાથી ઓનલાઇન અપડેટ કરી શકો છો અને SMSમાં મળેલા OTP દ્વારા તેને પ્રમાણિત કરી શકો છો. ઓનલાઈન સુધારા કરવા માટે તમારે 50 રૂપિયાની ફી ચૂકવવી પડશે. જે તમે UPI દ્વારા ઓનલાઈન ચૂકવી શકો છો.

આ લોકોનું આધાર નહીં થાય અપડેટ

જે લોકોએ પોતાનો મોબાઈલ નંબર આધાર સાથે લિંક કર્યો છે તે જ લોકો આધારમાં સુધારો કરી શકશે. એવા લોકોના આધારમાં કોઈ ઓનલાઈન અપડેટ થશે નહીં જેમણે તેમના મોબાઈલ સાથે આધાર કાર્ડ લિંક નથી કર્યું. જો તે લોકો આધારમાં સુધારો કરાવવા માંગતા હોય તો તેઓએ પહેલાની જેમ આધાર સેન્ટર પર જવું પડશે. તેમનો આધાર ત્યાંથી સુધરશે. જો કે એકવાર મોબાઈલ નંબર આધાર સાથે લિંક થઈ જાય, પછી જો તમારે ફરીથી કેટલાક સુધારા કરવાની જરૂર હોય તો તમે ઓનલાઈન કરેક્શન કરાવી શકશો.

કેમ જરૂરી છે આધાર અપડેટ રાખવું

તમારા આધાર કાર્ડને અપ ટૂ ડેટ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આજકાલ દરેક જગ્યાએ આધાર કાર્ડ જરૂરી છે. જો તમે KYC કરાવવા માંગતા હોવ, પરીક્ષા માટે અથવા કોઈપણ સરકારી કામ માટે અરજી કરવા માંગતા હોવ તો આધાર કાર્ડ વિશે સાચી માહિતી હોવી જરૂરી છે. જો આમ ન થાય તો લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *