Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

“ચાય પીઓ કપ ખાઓ” નામ વાંચતાની સાથે જ લાગે છે ને કે એકદમ નવું સંભળાતું હોય !

હા, આ વાત છે પર્યાવરણના બચાવની બની શકે એટલું ઓછું પ્રદુષણ ફેલાય તેવી

“ચાય પીઓ કપ ખાઓ” નામ વાંચતાની સાથે જ લાગે છે ને કે એકદમ નવું સંભળાતું હોય ! હા,આ વાત છે પર્યાવરણના બચાવની બની શકે એટલું ઓછું પ્રદુષણ ફેલાય તેવી. વડોદરાનો વતની લવકુશ ઠાકોરની ચાની દુકાન છે. આ દુકાનનું નામ છે “Clean Tea House”ને તેનું સ્લોગન છે “એક ચા યારો કે નામ.

“ચા”ની સાથે સાથે લવકુશને વિચાર આવ્યો કે પર્યાવરણ પણ બચે અને “ચા”ના રસિયાઓને પણ કંઈક અલગ પીરસુ તો ?? આવા વિચારો લવકુશના મગજમાં ફર્યા કર્યા એકવાર યુ ટ્યૂબ જોતા જોતા વિચાર આવ્યો કે હું ચાનો એવો કપ લાવું કે ચા પીને કચરામાં ફેંકવાની બદલે એ કપ લોકો બિસ્કિટની જેમ ખાઈ શકે. આ આઈડિયા તેને એક ડીલરને કહ્યો અને તે ઘઉંના બિસ્કીટ જેવા કપ બનાવવા રેડી થઈ ગયા. આ બિસ્કીટના કપમાં 20 મિનિટ સુધી ચા રહે છે. હમણાં આ કપ ચા પ્રેમીઓનું ધ્યાન પણ ખેંચી રહ્યો છે. લોકોને આ ગમ્યું અને ચા પીવાની નવીન મજા માણી રહ્યા છે. વડોદરાના આ લવકુશ ઠાકોર ખરેખર શાબાસીને પાત્ર છે. એકબાજુ જ્યારે પ્લાસ્ટિક બંધ છે જે સારી બાબત છે અને બીજી બાજુ માટીના ગ્લાસનું રીયુઝ થઈ શકતો નથી ત્યારે આ નવીન આઈડિયાએ દરેકનું ધ્યાન દોર્યું છે. ચા પીધા પછી કપ ખાવાનો આનંદ ગ્રાહકો માણી રહ્યા છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *