Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

ગાડી તો ઠોકાય, ટેન્શન નઇ લેવાનું, તથ્યના પિતાનો ઓડિયો વાયરલ

ગાંધીનગર,૨૮
છ મહિના પહેલા ગાંધીનગરમાં તથ્ય પટેલે કરેલા કાર અકસ્માતને લઇને સનસનીખેજ ઓડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ પુત્ર તથ્ય પટેલના અકસ્માતને વ્યાજબી અને યોગ્ય ઠેરવી રહ્યાં છે, તેમના મતે આવા અકસ્માતો તો થયા કરે, ટેન્શન ન લેવાનું હોય.

હાલમાં વાયરલ થયેલી એક ઓડિયો ક્પિલમાં સાંભળી શકાય છે કે, તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ કોઇને કહી રહ્યાં છે કે, ‘આજીવન કંઇ નઇ થાય…. આવું તો ઠોકાય હવે ગાડી તો ઠોકાય ને… ૧૯-૨૦ વરસના છોકરાઓથી આવું કોક દીવસ થઇ જાય હવે.. એમાં કંઇ બહુ ટેન્શન નઇં કરવાનું……… ‘ – હાલમાં જે ઓડિયો ક્લિપ સામે આવી છે તે તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલના નામથી વાયરલ થઇ રહી છે. આ ક્લિપ ગાંધીનગરમાં તથ્ય પટેલે એક મંદિરમાં ઘૂસાડી દીધી હતી તે સમયની હોવાની પણ વાત સામે આવી છે. જી.એન.એસ. ન્યુઝ એજન્સી તથા (safeer.co.in) website આ વાયરલ ઓડિયોની પુષ્ટી કરતું નથી.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *