Safeer News

Breaking News from Ahmedabad

દુનિયા

કેલિફોર્નિયામાં બે નાના વિમાનો હવામાં અથડાયા, આ ઘટનામાં બેના મોત

આ ઘટના વોટસનવિલે શહેરમાં બની જ્યારે બે વિમાનો સ્થાનિક એરપોર્ટ પર ઉતરી રહ્યા હતા

અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં ગુરુવારે બે નાના વિમાનો હવામાં અથડાયા હતા. આ અકસ્માતમાં ઓછામાં ઓછા બે લોકોના મોત થયા હતા. ટ્વીન એન્જિન સેસના 340 પ્લેન એરપોર્ટ પર લેન્ડ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે આ ટક્કર થઈ હતી.

આ ઘટના વોટસનવિલે શહેરમાં બની જ્યારે બે વિમાનો સ્થાનિક એરપોર્ટ પર ઉતરી રહ્યા હતા. સ્થાનિક અધિકારીઓએ ટ્વિટર પર પોસ્ટ કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ અકસ્માતમાં ઘણા લોકોના મોતની આશંકા છે. વોટસનવિલે એરપોર્ટ પાસે થયેલા અકસ્માતની તપાસ શરૂ કરવામાં આવી છે. આ અકસ્માત ગુરુવારે બપોરે 3 વાગ્યાની આસપાસ થયો હતો. તે સમયે બંને ખાનગી નાના વિમાનો એરપોર્ટ પર ઉતરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ફેડરલ એવિએશન એજન્સી (FAA) અનુસાર યુએસ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ અકસ્માતની તપાસ કરી રહ્યું છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા અકસ્માતની માહિતી અને વીડિયો અનુસાર એરપોર્ટની આસપાસની જમીનમાં બે નાના પ્લેનનો કાટમાળ દેખાઈ રહ્યો છે. એક ફોટામાં એરપોર્ટની નજીકના રસ્તા પરથી ધુમાડાના ગોટેગોટા નીકળતા દેખાતા હતા. વિમાન એરપોર્ટ પર સ્થિત વેરહાઉસ જેવા બાંધકામમાં પણ પ્રવેશતું જોવા મળ્યું હતું.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *