Safeer News

Breaking News from Ahmedabad

દેશ

એક્શનમાં UIDAI : 6 લાખ આધાર કાર્ડ કર્યા રદ, તમારું તો દસ્તાવેજ ફેક નથી ને?

આધાર કાર્ડ (Aadhaar Card) આજના સમયમાં સૌથી મહત્વપૂર્ણ ડોક્યૂમેન્ટ બની ગયું છે.

આધાર કાર્ડ (Aadhaar Card) આજના સમયમાં સૌથી મહત્વપૂર્ણ ડોક્યૂમેન્ટ બની ગયું છે. ભારતમાં કોઈપણ નાણાકીય અથવા સરકારી યોજનાનો લાભ લેવા માટે, દરેક જગ્યાએ આધાર કાર્ડ જરૂરી છે. બાળકોની શાળા, કોલેજમાં પ્રવેશથી લઈને મુસાફરી સુધી દરેક જગ્યાએ તેનો આઈડી પ્રૂફ તરીકે ઉપયોગ થાય છે. સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે આધાર હવે જરૂરી દસ્તાવેજ બની ગયો છે. આવી સ્થિતિમાં ઘણા ફ્રોડ લોકો ડુપ્લિકેટ આધાર કાર્ડ બનાવી લે છે.

આવી સ્થિતિમાં આધાર જારી કરતી સંસ્થા યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)એ ડુપ્લિકેટ આધાર કાર્ડ ધરાવતા લોકો સામે મોટી કાર્યવાહી કરી છે. UIDAIએ લગભગ 6 લાખ નકલી આધાર કાર્ડ રદ કર્યા છે. સંસદમાં નકલી આધાર કાર્ડ સંબંધિત પ્રશ્નનો જવાબ આપતાં ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે આ અંગે માહિતી આપી હતી. આ સાથે તેમણે જણાવ્યું કે UIDAI આધાર કાર્ડની અરજી રોકવા માટે ઘણા નવા પગલા લઈ રહ્યું છે.

UIDAIએ ભર્યું આ પગલું

આધાર કાર્ડના વધતા જતા ડુપ્લિકેશનને તપાસવા માટે UIDAI બાયોમેટ્રિક મેચિંગની નવી પદ્ધતિ દાખલ કરવા જઈ રહી છે. આવી સ્થિતિમાં હવે આધાર બનાવતી વખતે ચહેરાને યોગ્ય રીતે મેચ કરવામાં આવશે. આ સાથે ફિંગરપ્રિન્ટ અને આઇરિસનું મેચિંગ વધુ સારી રીતે કરવામાં આવશે. આ સાથે નકલી આધાર કાર્ડ પર સરળતાથી રોક લગાવી શકાય છે.

UIDAI એ નકલી વેબસાઈટ પર કરી કાર્યવાહી

નકલી આધાર કાર્ડના મામલામાં માહિતી આપતા કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્ર શેખરે ગૃહને જણાવ્યું કે UIDAI એ ખોટી રીતે આધાર સેવાઓ આપતી નકલી વેબસાઇટ્સ પર કાર્યવાહી કરી છે. તેમને નોટિસ મોકલીને તેમની સેવાઓ તાત્કાલિક અસરથી બંધ કરવા જણાવ્યું છે. ડુપ્લિકેટ આધાર કાર્ડ બનાવતી કેટલીક સાઈટોને ટૂંક સમયમાં બ્લોક કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.

UIDAI એ પહેલા પણ કરી કાર્યવાહી

ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી 2022માં પણ UIDAIને નકલી આધાર કાર્ડ બનાવતી વેબસાઈટ વિશે માહિતી મળી હતી. તેના પછી UIDAI એ આ તમામ નકલી વેબસાઇટ્સ પર કાર્યવાહી કરી અને 11 વેબસાઇટ્સને બ્લોક કરવાનો આદેશ આપ્યો. આ તમામ વેબસાઈટ મંજૂરી વગર આધારમાં બાયોમેટ્રિક માહિતી બદલી રહી હતી.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *