Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ દુનિયા

ઈઝરાઈલ-પેલેસ્ટાઇન યુદ્ધમાં વડોદરાના ૨૫૦થી વધુ લોકો ફસાયા

અમદાવાદમાં યહૂદી ધર્મસ્થળ પર સુરક્ષા વધારી દેવાઈ, અમદાવાદમાં ૧૨૦ યહૂદી પરિવાર વસવાટ કરે છે

અમદાવાદ,
ઇઝરાઈલ પર હમાસના ભિષણ હૂમલા બાદ યુધ્ધ છેડાઇ ગયુ છે. મોટી સંખ્યામાં ગુજરાતીઓ ઈઝરાઈલમાં રહે છે. ત્યારે ઇઝરાઈલમાં રહેતા ગુજરાતીઓમાં ફફડાટનો માહોલ ફેલાયો છે. જાે કે, હજુ સુધી એક પણ ગુજરાતીની હત્યા કે, અપહરણની ઘટના નથી બની. પરંતુ ઈઝરાઈલ-પેલેસ્ટાઇન યુદ્ધમાં વડોદરાના ૨૫૦થી વધુ લોકો ફસાયા છે. જેમાં મોટા ભાગે મહિલાઓ છે. આ કારણે વડોદરામાં રહેતા તેમના પરિવારો ચિંતિત બન્યાં છે.

ઇઝરાઈલમાં ૧૫૦થી ૨૦૦ ગુજરાતીઓ ફસાયેલા છે. હમાસ અને ઇઝરાઇલ વચ્ચે ચાલી રહેલ યુદ્ધમાં અનેક ગુજરાતીઓ ભયમાં જીવી રહ્યાં છે. રાજકોટ સહિત સમગ્ર દેશમાંથી વ્યવસાય અથવા ભણતર માટે ગયેલા કેટલાય લોકોના પરિવારમાં ભયનો માહોલ ફેલાયો છે. ઈઝરાઈલ અને વડોદરા વચ્ચે ઘનિષ્ઠ સંબંધ છે. વડોદરાની સંસ્થા ફ્રેન્ડ્‌સ ઓફ ઇઝરાઈલ થકી અનેક વિદ્યાર્થીઓ ઈઝરાઈલ ગયા છે. તો રાજકોટની સોનલ ગેડિયા નામની યુવતી નોકરી માટે છેલ્લા આઠ વર્ષોથી ઇઝરાઈલમાં છે. હમાસે ઇઝરાઈલ પર કરેલા હુમલાથી પરિવારમાં ખૂબ જ ભયનો માહોલ ફેલાઈ ગયો છે. પરિવારજનોને દીકરીની ચિંતા સતાવી રહી છે. પરંતુ પરિવારને ભારત સરકાર પર પૂરતો ભરોસો છે.

વડોદરાના નિકિતેન કોન્ટ્રાક્ટર ફ્રેંડ્‌સ ઓફ ઇઝરાઈલ નામની સંસ્થા ચલાવે છે, આ સંસ્થાએ અત્યાર સુધી ૧૮૦૦ વિધાર્થીઓને એગ્રિકલ્ચર અભ્યાસ માટે વડોદરાથી ઈઝરાઈલ મોકલ્યા હતા. તેમણે કહ્યું કે, વડોદરાના ત્રણથી ચાર વિધાર્થીઓ હાલ ઈઝરાઈલમાં છે. હાલમાં દરેક ભારતીય સુરક્ષિત છે, ઈઝરાઈલના પૂર્વ મેયર અને ડેપ્યુટી મેયરના સંપર્કમાં છે. જેઓ ભારતીય છે. યુવાનો અને નોકરી કરતાં લોકોને પરિસ્થિતિ હજી ગંભીર થાય તો પરત લાવીશું.

ઈન્ડિયન એમ્બેસી અને ઇઝરાઈલ સરકારને ભારતીયોને પાછા લાવવા રજુઆત કરીશું. ઈઝરાઈલ અને પેલેસ્ટાઈન વચ્ચે હાલ ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. ઈઝરાઈલ અને પેલેસ્ટાઈન વચ્ચે સંઘર્ષ ચાલુ છે. યુદ્ધના બીજા દિવસે ઇઝરાયેલી સેના અને હમાસ વચ્ચેની અથડામણથી ઘણા વિસ્તારો પ્રભાવિત થયા હતા. ઈઝરાઈલ પરના સૌથી ઘાતક હુમલામાં સૈનિકો સહિત ઓછામાં ઓછા ૭૫૦થી વધુ ઈઝરાયેલીઓ માર્યા ગયા છે અને ૧ હજાર ૯૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે.

શનિવારે હમાસે ગાઝાથી ઈઝરાઈલમાં ૩ હજારથી વધુ રોકેટ છોડ્યા હતા. તો જવાબી કાર્યવાહીમાં ઇઝરાયેલી સંરક્ષણ દળોએ ગાઝામાં હુમલો કર્યો હતો. હમાસએ અત્યાર સુધીમાં અનેક નાગરિકોનું અપહરણ કર્યું છે અને અનેક લોકોની હત્યા કરી છે. આ નરસંહાર બાદ ઈઝરાઈલે પણ ભીષણ યુદ્ધની જાહેરાત કરી છે. ઇઝરાઈલ સરકારના જણાવ્યા અનુસાર ગાઝામાં હમાસએ ૧૦૦થી વધુ લોકોને બંધક બનાવી લીધા છે. ઈઝરાઈલ અને હમાસ વચ્ચે શરૂ થયેલા યુદ્ધમાં સતત ભડકો થઈ રહ્યો છે. બીજા દિવસે બંને તરફે યુદ્ધનો મૃત્યુઆંક એક હજાર સુધી પહોંચ્યો છે. હમાસે યુદ્ધ તો છેડી દીધું છે, પણ તે હવે ઈઝરાઈલના આક્રમક વળતા પ્રહારનો સામનો કરી રહ્યું છે. ઈઝરાઈલની એર સ્ટ્રાઈકમાં ગાઝા પટ્ટીના મોટાભાગનાં વિસ્તારો કાટમાળમાં ફેરવાઈ ગયા છે. જાે કે, હમાસે આ વખતે યુદ્ધની મોટા પાયા પર તૈયારીઓ કરી છે.

ઈઝરાઈલ આવેલા વિદેશીઓએ પણ યુદ્ધનું પરિણામ ભોગવવું પડ્યું છે, ઈઝરાઈલ અને હમાસના યુદ્ધની અસર ગુજરાતમાં જાેવા મળી છે. અમદાવાદમાં યહૂદી ધર્મસ્થળ પર સુરક્ષા વધારી દેવાઈ છે. ખમાસામાં આવેલા સીનેગોગમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. અમદાવાદમાં ૧૨૦ યહૂદી પરિવાર વસવાટ કરે છે. યહૂદીના પ્રાર્થના સ્થળ સીનેગોગમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *