Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

આ તો કેવી બેદરકારી..! દહેગામના વડોદરા પાટિયા પાસે સાબરમતી ગેસની પાઈપ લાઈન તૂટી જતાં અફરા તફરી

જયમીન ચૌહાણ

પીએનજી ગેસનો સપ્લાય બંધ થઈ જતાં દહેગામ અને ગલુદણમાં રહીશો અકળાઈ ઉઠ્યા હતા

દહેગામ,તા.૨૪

દહેગામના વડોદરા પાટિયા પાસે જેટકોના કોન્ટ્રાક્ટરની બેદરકારીથી સાબરમતી ગેસની પાઈપ લાઈન તૂટી જતાં ભારે અફરા તફરી મચી ગઈ હતી. હાઈ-વે ઉપર અચાનક આગ લાગતાં વાહન ચાલકો પણ એક તબક્કે ગભરાઈ ગયા હતા. જો કે, સાબરમતી ગેસ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાતાં આગને કાબૂમાં લઇ લેવામાં આવી હતી.

ગેસની પાઈપ લાઈન તૂટી જતાં પીએનજી ગેસનો સપ્લાય બંધ થઈ ગયો હતો. દહેગામ અને ગલુદણના રહીશો ગેસનો સપ્લાય બંધ થઈ જતા અકળાઈ ઉઠ્યા હતા.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *