સલમાન ખાન ૨૫,૦૦૦ બોલિવૂડ વર્કર્સના ખાતામાં ૧૫૦૦ રૂપિયા જમા કરાવશે

0

મુંબઈ,તા.૭
કોવિડ ૧૯ની ઘાતક લહેરને કારણે ભારતની મુશ્કેલીમાં અનેકગણો વધારો થયો છે. આ મુશ્કેલ સમયમાં દરેક લોકો પોતાનાથી શક્ય તેટલી મદદ કરી રહ્યા છે. બોલિવૂડ સેલેબ્સ પણ મદદ માટે આગળ આવ્યા છે. સલમાન ખાને બોલિવૂડ વર્કર્સ જેમ કે ટેક્નિશિયન, મેકઅપ આર્ટિસ્ટ, સ્ટંટમેન તથા સ્પોટબોયને આર્થિક મદદ કરી છે. સલમાન ખાન ૨૫૦૦૦ વર્કર્સના ખાતામાં ૧૫૦૦ રૂપિયા (કુલ ૩, ૭૫, ૦૦, ૦૦૦) જમા કરાવશે. ગયા વર્ષે પણ સલમાન ખાને ૨૫ હજાર વર્કર્સના અકાઉન્ટમાં ૩ હજાર રૂપિયા જમા કરાવ્યા હતા અને વધુ મદદ માટેનું વચન આપ્યું હતું.
ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયન સિને એમ્પ્લોઈઝના પ્રેસિડન્ટ બી એન તિવારીએ કહ્યું હતું, ‘અમે સલમાન ખાનને જરૂરિયાતમંદ વર્કર્સના નામની યાદી મોકલાવી છે. સલમાન પૈસા જમા કરાવવા માટે તૈયાર થયો હતો.’
બી એન તિવારીએ કહ્યું, ‘અમે ૩૫ હજાર સિનિયર સિટીઝન વર્કર્સની યાદી યશરાજ ફિલ્મ્સને મોકલી આપી છે. યશરાજ બેનર દરેકના અકાઉન્ટમાં પાંચ હજાર રૂપિયા તથા મહિનાનું કરિયાણું આપશે. સલમાન તથા યશરાજ બેનરે લિસ્ટ તથા અકાઉન્ટ ડિટેલ્સ વરીફાઈ કરશે અને ત્યારબાદ પૈસા જમા કરાવશે.’
કોરોના વિરુદ્ધની લડાઈમાં સલમાન ખાન તથા ઝી એન્ટરટેઈનમેન્ટે ‘રાધે’ની કમાણીનો એક હિસ્સો દાનમાં આપવાનો ર્નિણય લીધો છે. તેઓ ગિવ ઈન્ડિયાને ડોનેશન આપશે, જે હેઠળ ઓક્સિજન સિલિન્ડર, કન્સન્ટ્રેટર્સ તથા વેન્ટિલેટર લેવામાં આવશે.
સલમાનની ટીમ સાથે કામ કરતાં રાહુલ એસ કનલે કહ્યું, સલમાન દિલનો બહુ મોટો વ્યક્તિ છે. તેણે પોતાની ટીમને એમ કહ્યું છે કે તમે લોકો બહાર જાઓ અને જે પણ જરૂરિયાતમંદ વ્યક્તિ છે, તે તમામની મદદ કરો. સલમાનને કોઈ પણ મદદ માટે વિનંતી કરે છે, તો તે પોતાની રીતે તેને મદદ પૂરી પાડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here