( લતીફ અન્સારી)

અમદાવાદ,

ભારત દેશના તમામ રાજ્યો અત્યારે કોરોનાની બીજી લહેર સામે ઝજૂમી રહ્યા છે અને જો ત્રીજી લહેર આવે તો તેમાં લોકોને ઓછામાં ઓછી મુશ્કેલીનો સામનો કરવો પડે એવી તય્યારીઓ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. હાલ, સરકારે લૉકડાઉનના નિયમો હળવા કર્યા હજુ આગામી સમયમાં કોરોનાની ત્રીજી લહેર આવશે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે બીજી બાજુ અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ ખાતે રવિવારે લોકો હરવા-ફરવા માટે ઉમટી પડ્યા હતા. કોરોનાના કેસો છેલ્લા થોડા દિવસોથી ઓછા થયા છે પરંતુ જોખમ ઓછું થયું નથી. પણ અમદાવાદીઑ તો સુધરવા જ નથી માંગતાં. લોકડાઉનના નિયમો હળવા ફક્ત કામકાજ માટે કર્યા છે પરંતુ લોકોને હરવા ફરવામાં રસ છે જેમાં કપલ હોય કે યુવાન છોકરાઓ અને ફેમિલી સાથે પણ લોકો રવિવારે સાંજે રિવરફ્રન્ટમાં સોસિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરતાં જોવા મળ્યા હતા. પોલીસ એક બાજુથી લોકોને ભગાડે તો આગળ જઈ ટોળું વળીને લોકો ઊભા રહી જતા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here