રાજ્યમાં ફરી બે દિવસની ગરમીના કારણે યલ્લો એલર્ટ, 40થી 42 ડીગ્રી તાપમાન નોંધાયું

0

હીટ એક્સન પ્લાન અંતર્ગત આગામી બે દિવસ બાદ વાતાવરણમાં સમુદ્રી પવનો ફૂંકાઈ શકે છે. સૂકા પવનોના કારણે ગરમીનો પારો મોટાભાગના શહેરોમાં 40 ડીગ્રીથી વધુ પહોંચ્યો હતો.

અમદાવાદ,

રાજ્યમાં ફરી ગરમીના કારણે યલ્લો એલર્ટ અમદાવાદ સહીતના વિસ્તારોમાં આપવામાં આવ્યું છે. સિઝનની સાૈથી વધુ ગરમી 42 ડીગ્રી અમદાવાદમાં ગઈ કાલે જ નોંધાઈ ચૂકી છે ત્યારે વધુ ગરમીની આશંકા વચ્ચે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં ગરમીના કારણે 40 ડીગ્રીથી વધુ તાપમાનની આગાહી કરવામાં આવી છે. ગઈ કાલની જેમ આજે પણ અમદાવાદમાં 42.3 ડીગ્રી આસપાસ તાપમાન નોંધાય તેવી શક્યતા વર્તાઈ રહી છે.

ગરમીમાં તરસ ના લાગે તો પણ બહાર નિકળ્યા બાદ સતત પાણી પીતા રહેવું, ઠંડા પીણા પીવા તેમજ આખા શરીર ઢંકાય તે રીતના કપડા પહેરવા, બહાર ના નિકળવા માટેના  સૂચનો કરવામાં આવ્યા છે. હીટ એક્સન પ્લાન અંતર્ગત આગામી બે દિવસ બાદ વાતાવરણમાં સમુદ્રી પવનો ફૂંકાઈ શકે છે. સૂકા પવનોના કારણે ગરમીનો પારો મોટાભાગના શહેરોમાં 40 ડીગ્રીથી વધુ પહોંચ્યો હતો.

આ ગરમીના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે અન્ય શહેરોમાં પણ ગરમીનું મોજુ ફરી વળ્યું છે. વિવિધ શહેરોમાં જો ગરમીનો પારાની વાત કરવામાં આવે તો, અમદાવાદ, રાજકોટ, ભૂજ, ડીસા, પાટણ બનાસકાંઠા સહીતના વિસ્તારોમાં 40 ડીગ્રીથી વધુ ગરમી પડી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here