Safeer News

Breaking News from Ahmedabad

દુનિયા

મધ્યપૂર્વમાં પ્રભાવને વધારવા ગાઝાની મધ્યસ્થી ભૂમિકા માટે ચીન આગળ આવ્યું

ચીન અને યુરોપિયન દેશોના તાલમેલની આ દુર્લભ ક્ષણ એ એવા પ્રદેશમાં તેની રાજદ્વારી છાપ બનાવવાનો ચીનનો તાજેતરનો પ્રયાસ છે જેમાં તેના ઊંડા આર્થિક અને લશ્કરી હિતો છે.

રફાહ,તા.૯
લાંબા સંઘર્ષ પછી યુદ્ધમાં જેમ સોદાગરો ફાયદો શોધતા હોય છે તે જ રીતે શાંતિમાં પણ ફાયદાની ગોઠવણ થતી જોવા મળતી હોય છે. આવા જ આંતરાષ્ટ્રીય ગઠબંધન હવે સામે આવી રહ્યા છે. બેઇજિંગ તેની રાજદ્વારી ચાલને સફળ બનાવવા રફાહમાં આક્રમણ સામે ઇઝરાયેલને વિનંતી કરવા ફ્રાન્સ સાથે જોડાય છે. શી જિનપિંગ રાજદ્વારી મધ્યસ્થીની શરૂઆત કરીને મધ્ય પૂર્વની કટોકટીમાં ચીનની ઉપસ્થિતિને મજબૂત કરી રહ્યા છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોન સાથે સંયુક્ત નિવેદન જારી કરીને ઇઝરાયેલને રફાહમાં આક્રમણ સાથે આગળ ન જવા વિનંતી કરી છે.

ચીન અને યુરોપિયન દેશોના તાલમેલની આ દુર્લભ ક્ષણ એ એવા પ્રદેશમાં તેની રાજદ્વારી છાપ બનાવવાનો ચીનનો તાજેતરનો પ્રયાસ છે જેમાં તેના ઊંડા આર્થિક અને લશ્કરી હિતો છે. બેઇજિંગની આ પહેલ બે મુખ્ય પેલેસ્ટિનિયન જૂથો બિનસાંપ્રદાયિક ફતાહ અને ઇસ્લામિક હમાસ વચ્ચે સમાધાનને આગળ વધારવાનો પ્રયાસ છે જે અંતર્ગત ગયા અઠવાડિયે બે જૂથો વચ્ચે વાટાઘાટોનું આયોજન કર્યું હતું. પેલેસ્ટિનિયન એકતાને ચીન દ્વારા મદદ કરવામાં આવે છે કારણ કે, તે ગલ્ફ રાજ્યો સાથે પણ વ્યાપાર અને રાજદ્વારી સંબંધો મજબૂત કરી આપે છે.

હમાસના આંતરરાષ્ટ્રીય સંબંધો કાર્યાલયના વડા, મુસા અબુ મારઝૂકે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, તેઓ અપેક્ષા રાખે છે કે, ફતાહ અને હમાસ ટૂંક સમયમાં બીજા રાઉન્ડની વાતચીત માટે બેઇજિંગ પરત ફરશે. તેમણે એ પણ ખુલાસો કર્યો કે, હમાસ ઇચ્છે છે કે ચીન, રશિયા અને તુર્કી હમાસ અને ઇઝરાયેલ વચ્ચેના કોઈપણ શાંતિ સોદાના સહ-બાંયધરી તરીકે કામ કરે, જે હમાસના યુએસ માટેની અસમર્થતા અથવા અનિચ્છા પ્રત્યે અવિશ્વાસનો સંકેત છે. તેની ખાતરી કરવા માટે કે, તેના સાથી ઇઝરાયેલ કોઈપણ યુદ્ધવિરામનું પાલન કરે.

ચીની હસ્તક્ષેપને ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે શાંતિ જાળવવામાં યુએસ દ્વારા ભજવવામાં આવેલી ભૂમિકાને છીનવી લેવાના પ્રયાસ તરીકે જોવાય છે. સાઉદી અરેબિયા અને ઈરાન વચ્ચેના સંબંધોને પણ ચીન અમેરિકાના પ્રભાવને મધ્ય પૂર્વમાં ઘટાડવાના હેતુથી જોઈ રહ્યું છે.