મારું અડધું હૃદય ભારતમાં વસે છે : બાન કી મૂન

0


ન્યુદિલ્હી,

બાનકી મૂને પોતાની આત્મકથામાં જણાવ્યું છે કે ભારતમાં તેમનો ત્રણ વર્ષનો કાર્યકાળ તેમના જીવનનો સૌથી રોમાચંક સમય હતો. તેમણે આ આત્મકથામાં વર્ણન કર્યુ છે કે તેઓ કઇ રીતે યુદ્ધના બાળકથી શાંતિના દૂત બની ગયા હતાં.

ભારતમાં પોતાના કાર્યકાળના દિવસો અંગે બાને લખ્યું છે કે ભારતમાં મારુ પહેલુ ડિપ્લોમેટિક પોસ્ટિંગ હતું. હું અને મારી પત્ની સૂન-તાક ઓક્ટોબર, ૧૯૭૨માં દિલ્હી પહોંચ્યા હતાં. મેં ત્યાં લગભગ ત્રણ વર્ષ નોકરી કરી હતી. બાનની દીકરી સિયોન-યોંગ તે સમયે ફક્ત આઠ મહિનાની હતી અને તેમના પુત્ર વૂ-હ્યુનનો જન્મ ૩૦ ઓક્ટોબર, ૧૯૭૪ના રોજ ભારતમાં થયો હતો. બાને લખ્યું છે કે હું ભારતીય લોકોની સાથે મજાક કરતો હતો કે ભારત સાથેની મારી બેલેન્સ શીટ યોગ્ય છે કારણ કે મારો પુત્ર ભારતમાં જન્મયો હતો અને મારી પુત્રી હ્યૂન-હીના લગ્ન ભારતીય નાગરિક સાથે થયા છે.

પ્રથમ કોરિયન કોનસ્યુલેટ જનરલના વાઇસ કોન્સ્યુલ તરીકે ત્યારબાદ ડિસેમ્બર, ૧૯૭૩થી કોરિયન એમ્બેસીના સેકન્ડ સેક્રેટરી તરીકે સેવા આપી હતી. હજુ પણ હું ભારતીય લોકોને જણાવું છું કે મારુ અડધુ હૃદય ભારતમાં વસે છે. યુનાઇટેડ નેશન્સ (યુએન)ના પૂર્વ સેક્રેટરી જનરલની પ્રથમ રાજદ્વારી તરીકેની નિમણૂક ભારતમાં થઇ હતી. આ સમયગાળા દરમિયાન તેમના ભારત સાથે એવા સંબધો સ્થાપિત થઇ ગયા હતાં કે ૫૦ વર્ષ પછી આજની તારીખે પણ તેમનું અડધું હૃદય ભારતમાં વસે છે તેમ મૂને પોતાની આત્મકથામાં જણાવ્યું છે. યુનાઇટેડ નેશન્સ અસ્તિત્વમાં આવ્યું તેના એક વર્ષ પહેલા ૧૯૪૪માં જન્મેલા મૂનની સૌથી જૂની યાદો તેમના કોરિયન ગામ પર બોમ્બ પડવાનો અવાજ અને આગની જ્વાળાઓમાં વસ્તુઓ ખાક થઇ જવા સાથે સંકળાયેલી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here