Safeer News

Breaking News from Ahmedabad

Tech દેશ

Asusના આ લેપટોપને ખરીદ્યા પછી નહીં પડે ટેબલેટ ખરીદવાની જરૂર, જાણો કિંમત અને ફિચર્સ

જો લેપટોપ ખરીદવાનુ મન છે, તો આજકાલ Convertible Laptopનો ટ્રેન્ડ છે, આ મલ્ટી પર્પઝ ડિઝાઇનમાં મજબૂત અને ફિચર્સમાં દમદાર હોય છે.

આજકાલ Convertible Laptopનો ટ્રેન્ડ છે, આ મલ્ટી પર્પઝ ડિઝાઇનમાં મજબૂત અને ફિચર્સમાં દમદાર હોય છે. અમેઝૉન પર તાજેતરમાં લૉન્ચ ASUSના 2-in-1 લેપટૉપ પર ડીલ નીકળી છે. આ લેપટૉપમાં 14 ઇંચની OLED સ્ક્રીન છે, અને આ પુરેપુરી રીતે કન્વર્ટિબલ લેપટૉપ છે. જાણો i5 પ્રૉસેસર વાળા આ લેપટૉપ કિંમત અને સ્પેશિફિકેશન્સ વિશે

આસુસ (Asus)નુ ન્યૂ લોન્ચ કન્વર્ટિબલ લેપટોપની વાત થઈ રહી છે., આનો કલર ગ્રે છે અને આ ખુબ લાઇટવેટ સ્માર્ટ લેપટૉપ છે. આ લેપટૉપની કિંમત 1,22,990 રૂપિયા છે, પરંતુ ડીલમાં 11%નુ ડિસ્કાઉન્ટ છે, જે પછી આને 1,09,990 રૂપિયામાં ખરીદી શકો છો. લેપટૉપને Axis Bankના કાર્ડથી ખરીદવા પર 1,500 રૂપિયાનુ કેશબેક અને 18,100 રૂપિયાનુ એક્સચેન્જ બૉનસ છે.

શું છે ખાસ છે આ લેપટૉપમાં ?

14 ઇંચના આ લેપટૉપમા લાઇફટાઇમ વેલિડિટીની સાથે Pre-loaded Windows 11 Home ઓપરેટિંગ સિસ્ટમ છે.

લેપટૉપમાં 2.5 GHzની બેઝ સ્પીડની સાથે 12th Gen Intel Core i5-12500H, પ્રૉસેસર છે.

લેપટૉપમાં 16GB onboard રેમ છે અને આમાં સ્ટૉરેજ 512 GB નું છે. આ લેપટૉપમાં ઇન્ટીગ્રેટેડ Intel Iris Xe ગ્રાફિક્સ છે.

2.8K રિઝૉલ્યૂશનની સાથે OLED 14 ઇંચની ડિસ્પ્લે છે, અને સાથે જ LED-Backlit પણ છે. લેપટૉપની સ્ક્રીનમાં NanoEdge bezel, Anti-Glare Plane ફિચર પણ છે.

લેપટૉપની બેટરી 11 કલાક સુધી ચાલે છે, આ લેપટૉપમાં ચાર્જર પણ સાથે આવે છે. લાઇટવેટ હોવાના કારણે આ ટ્રાવેલિંગમાં પણ આસાન છે.

લેપટૉપમાં 1 USB, 2 Thunderbolt, 1 HDMI, 1 Combo Audio Jack, Micro SD કાર્ડ રીડર આપવામા આવ્યુ છે.

આમાં પાવરની સાથે પ્રિન્ટ સેન્સર આપવામા આવ્યુ છે. આ ખુબ મજબૂત લેપટૉપ છે અને આ MIL-STD 810H મિલિટ્રી ગ્રેડ ડ્યૂરેબલ છે.

આમાં 720p HDનો કેમેરો આપવામા આવ્યો છે, જેમાં પ્રાઇવસી શટર છે, આમાં બિલ્ટ ઇન સ્પીકર અને માઇક્રોફૉન પણ છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *