પોર્નોગ્રાફી કેસ : શર્લિન ચોપરાનો મોટો ધડાકો, રાજ કુન્દ્રા મારા ઘરે આવ્યો અને ના પાડી છતાં કિસ કરી હતી

0મુંબઈ,
પોર્ન વીડિયો કેસમાં રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ જ નથી લઇ રહી. રાજ કુન્દ્રા હાલમાં પણ ૧૪ દિવસની પોલીસ કસ્ટડીમાં છે. તેણે કોર્ટમાં તેનાં જામીન માટે અરજી કરી હતી. જેને કોર્ટે ફગાવી દીધી હતી. રાજ કુન્દ્રાની ધરપકડ બાદ જ્યાં કેટલીક એક્ટ્રેસ અને મોડ્‌લ્સે રાજ કુન્દ્રા પર તેની એપ હોટશોટ્‌સ વિરુદ્ધ ખુલીને વાત કરી છે. જેમાંથી એક શર્લિન ચોપરા છે હવે શર્લિન ચોપરાએ રાજ કુન્દ્રા પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે.

બોલિવૂડ એક્ટ્રેસ શર્લિન ચોપરાએ કથિત રીતે પોર્નોગ્રાફી કેસમાં નિવેદન દાખલ કર્યું હતું તેણે મુંબઇ ક્રાઇમ બ્રાન્ચની સંપતિ રજૂ કરી હતી. આ દરમિયાન તેણે રાજ કુન્દ્રા વિરુદ્ધ યૌન શોષણ અંગે કેસ દાખલ કરી એફઆઈઆર નોંધાવી છે. શર્લિન ચોપરાએ શિલ્પા શેટ્ટીનાં પતિ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. તેણે ફરિયાદમાં કહ્યું હતું, વર્ષ ૨૦૧૯ની શરૂઆતમાં રાજ કુન્દ્રાનાં બિઝનેસ મેનેજરે તેની આગળ એક પ્રપોઝલ મુક્યું હતું અને તેને બોલાવી હતી. આ પ્રપોઝલની ચર્ચા માટે તે મળવાં માંગતો હતો . ૨૭ માર્ચ ૨૦૧૯નાં બિઝનેસ મીટિંગ બાદ શર્લિન ચોપરાએ દાવો કર્યો હતો કે, એક મેસેજ અંગે બોલવાનું થયુ હતું જેને કારણે રાજ કુન્દ્રા વગર કહ્યે ઘરે આવી ગયો હતો.

ફરિયાદમાં શર્લિને દાવો કર્યો, રાજનાં ઘરે આવ્યાં બાદ તેનાં ના કહેવાં પર પણ તે જબરદસ્તી તેને કિસ કરવાનો પ્રાયસ કરવા લાગ્યો. જેનો તેણે વિરોધ કર્યો હતો. શર્લિન ચોપરાએ કહ્યું, એક પરણીત પુરુષની સાથે સંબંધ તે રાખવા માંગતી ન હતી અને ન તો કોઇ પ્રકારનાં એન્જાેયમેન્ટ માટે તે મળવાં ઇચ્છતી હતી. તેણે આરોપ લગાવ્યો, ના કરવાં છતાંય જ્યારે રાજ ન રોકાયો તો તે ઘણી ડરી ગઇ હતી. થોડા સમય બાદ તે તેને દૂર કરવામાં સફળ રહી અને વોશરૂમમાં જતી રહી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here