Safeer News

Breaking News from Ahmedabad

મનોરંજન

ફિલ્મ ‘પુષ્પા ૨’ ને લઈ નવી અપટેડ સામે આવી

“પુષ્પા ૨”માં ૬ મિનિટના એક સિક્વન્સ છે. નિર્માતાઓએ તેને શૂટ કરવામાં ૧૦ દિવસનો સમય લીધો હતો.

મુંબઈ,
સુપરસ્ટાર અલ્લુ અર્જુનની અપકમિંગ ફિલ્મ “પુષ્પા ૨” સતત લાઈમલાઈટમાં રહે છે. પુષ્પાની શાનદાર સફળતા બાદ ફિલ્મના બીજા પાર્ટની ચાહકો આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. હવે આ રાહ પુરી થવાની છે. ૮ એપ્રિલના રોજ સુપરસ્ટારનો જન્મદિવસ હતો અને આજ દિવસે “પુષ્પા ૨”નું ટીઝર શેર કર્યું હતુ. ફિલ્મના ટીઝરને જાેઈ ચાહકોનો ઉત્સાહ વધ્યો છે.

આ વચ્ચે ફિલ્મને લઈ નવી અપટેડ સામે આવી છે. મળતી જાણકારી મુજબ ટી-સીરિઝે “પુષ્પા ૨”ના ઓડિયો રાઈટ્‌સ પોતાના નામે કર્યા છે. ભૂષણ કુમારની કંપનીએ તમામ ભાષાઓમાં મ્યુઝિક રાઈટ્‌સ પર અંદાજે ૬૦ કરોડ રુપિયાનો ખર્ચો કર્યો છે. આવું પહેલી વખત થયું છે જ્યારે અલ્લુ અર્જુનની કોઈ ફિલ્મના ગીતોના રાઈટ્‌સ માટે આટલી મોટી રકમ થઈ હોય. માનવામાં આવી રહ્યું છે કે, ફિલ્મના ગીત શાનદાર હશે અને ફિલ્મમાં એક-બે આઈટમ ગીત પણ હશે.

આ સિવાય એવા પણ સમાચાર છે કે, “પુષ્પા ૨”માં ૬ મિનિટના એક સિક્વન્સ છે. નિર્માતાઓએ તેને શૂટ કરવામાં ૧૦ દિવસનો સમય લીધો હતો. ૧૦ દિવસના શૂટિંગ બાદ પરફેક્ટ સીન શૂટ થયો હતો. આ સીન ખુબ ખાસ રહેશે. આ સીન પર મેકર્સે ૬૦ કરોડ રુપિયાનો ખર્ચો પણ કર્યો છે. અલ્લુ અર્જુનની આ ફિલ્મ મોટા બજેટની છે. ફિલ્મમાં દરેક વસ્તુ પર ખુબ ધ્યાન આપવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે, ડીએસપીએ ફિલ્મના બંન્ને પાર્ટસના મ્યુઝિક તૈયાર કર્યા છે. ચાહકો ફિલ્મની સાથે સાથે હવે “પુષ્પા ૨”ના ગીતની પણ રાહ જાેઈ રહ્યા છે. અલ્લુ અર્જુનની “પુષ્પા ૨”ને સુકુમારે ડાયરેક્ટ કરી છે. ફિલ્મમાં રશ્મિકા મંદાના લીડ રોલમાં જાેવા મળશે. મેકર્સ રશ્મિકાના લુકનું પોસ્ટર પહેલા જ શેર કરી દીધું છે.

 

(જી.એન.એસ)