પાડોશમાં રહેતા યુવકે મોડીરાતે ઘરમાં ઘુસી સગીરા પર બળાત્કાર કર્યો

0

અમદાવાદ, 

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે મેઘાણીનગરમાં પાડોશમાં રહેતો યુવક મોડીરાતે ઘરમાં ઘૂસી આવ્યો હતો અને રૂમમાં એકલી સૂતેલી સગીરા પર બળાત્કાર કર્યો હતો. યુવકે સગીરાને ધમકી આપી હતી કે, કોઈને કહેશે તો પરિવારને જાનથી મારી નાખીશ. પરિવારે ફરિયાદ નોંધાવતા મેઘાણીનગર પોલીસે બળાત્કાર ગુજારનાર યુવકે સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મીડિયા રિપોર્ટ મુજબ સગીરા એકલી રૂમમાં સૂતી હતી ત્યારે નરાધમ યુવક ઘરમાં ઘૂસી આવ્યો હતો અને સગીરાનું મોઢું દબાવી અને જબરદસ્તી તેના શરીર સાથે અડપલાં કર્યા હતા, અને બાદમાં તેના કપડાં કાઢીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ બાબતે કોઈને જાણ કરશે તો પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી. પરિવારે પૂછતાં તેણે સમગ્ર હકીકત જણાવી હતી. હાલ સગીરાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મેઘાણીનગરમાં ફેરી મારીને વેપાર કરી ગુજરાન ચલાવતાં વ્યક્તિને પરિવારમાં બે દીકરા અને એક 14 વર્ષની દીકરી છે. પહેલી જુલાઇના દિવસે સામાજિક કારણોસર તેઓ આબુ ગયા હતા. જો કે, ઘરમાં દીકરા અને માતા હતા. આ દરમિયાન મોડીરાતે બધા બહાર સૂતા હતા અને તેમની દીકરી ઘરમાં એકલી સૂતી હતી આ તકનો લાભ લઈ અચાનક પાડોશી યુવક ઘરમાં ઘૂસી આવ્યો હતો અને સગીરાની સાથે જબરજસ્તીથી બળાત્કાર કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here