“ધ ગુજરાત સ્ટેટ બેકર્સ ફેડરેશન” દ્વારા બેકરીઓના માલિકોની બેઠક યોજવામાં આવી

0

(લતીફ અન્સારી)

“ધ ગુજરાત સ્ટેટ બેકર્સ ફેડરેશન” દ્વારા અમદાવાદ તથા ગુજરાતના બેકરીઓના માલિકોની બેઠક યોજવામાં આવી

અમદાવાદ,

શહેરના રખિયાલ ખાતે તા.૧૧ માર્ચના રોજ “ધ ગુજરાત સ્ટેટ બેકર્સ ફેડરેશન” તરફથી અમદાવાદ તથા સમગ્ર ગુજરાતના જુદા-જુદા બેકરી પ્રોડક્ટના વેપારીઓની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જુદા-જુદા વિસ્તારોના બેકરી માલિકો હાજર રહ્યા હતા.

“ધ ગુજરાત સ્ટેટ બેકર્સ ફેડરેશન”ના વડા લિયાકત અન્સારી દ્વારા આ આયોજન રાખવામાં આવ્યું હતું. જેનો ઉદ્દેશ તમામ વેપારીઓ પોત પોતાના વિસ્તારમાં બેકરી પ્રોડક્ટના ભાવમાં સરખામણી રાખી શકે, કેટલાક સમયથી આપણે જોઈ રહ્યાં છીએ કે મોંઘવારી દિવસે-દિવસે વધતી જાય છે જેમાં તેલ તથા મૈદા આમ અલગ-અલગ વસ્તુ જે બેકરી પ્રોડક્ટમાં વપરાતી હોય છે તેનો ભાવ ઘણો વધ્યો છે પરંતુ બેકરીના માલિકો ભાવ વધારો કે પ્રોડક્ટનું વજન ઓછું કરવું તે મુંઝવણમાં હતા. આ મામલે ફેડરેશન દ્વારા આયોજનમાં તમામ પ્રકારના પ્રોડકટના ભાવ નક્કી કરવા અને સમાનતા રાખવા મંજુર કર્યા છે જેના થકી બધા વેપારી નાના હોય કે મોટા એ બાજાર માં પોતાનું અસ્તિત્વ ટકાવી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here