અમદાવાદ,
શાળા સંચાલકો અને સરકાર બાળકોને શાળાએ મોકલતા પુર્વે વાલીઓ પાસેથી સંમતિપત્ર પણ લઇ લીધું છે. તેથી જાે બાળકોને કોરોના થાય તો તે જવાબદારી વાલીની છે અને શાળા અને સરકારે તો આ મુદ્દે પોતાના હાથ અધ્ધર કરી દીધા છે. તેથી બાળકોના હિતમાં સરકારે તાત્કાલિક ધોરણે ર્નિણય લેવાની તાતી જરૂરિયાત છે. જાે કે આ દરમ્યાન રાજ્યની અનેક શાળાઓમાં ધોરણ ૧થી ૫ ક્લાસમાં વિધાર્થીઓની હાજરી પાંખી જાેવા મળી રહી છે. તેમજ વાલીઓ પણ બાળકોને શાળાએ મોકલી કોઇપણ પ્રકારનું જાેખમ લેવા તૈયાર નથી. તેવા સમયે સરકારે હાલના સંજાેગોમાં ઓફલાઇન ક્લાસ બંધ કરીને વાલીઓ અને વિધાર્થીઓએ કોરોનાના ભયથી મુક્ત કરવા જાેઇએ તેવી ચર્ચા લોકોમાં ચાલી રહી છે.
આ અંગે ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે કહ્યું છે કે રાજ્યના કોરોનાનો નવો વેરિયન્ટ ઓમીક્રોનની એન્ટ્રી થઈ છે. તેમજ લોકો પણ હજુ કોરોનાના પ્રત્યે એટલા સભાન નથી . તેવા સમયે સરકારે ધોરણ ૧થી ૫ના ઓફ લાઇન શરૂ કરેલા વર્ગો ઓનલાઈન શરૂ કરવા જાેઇએ. તેમજ અમે તો પહેલીથી જ ધોરણ ૧થી ૫ના વિધાર્થીના ઓફ લાઇન કલાસના પક્ષમાં ન હતા. તેમજ જાે કોરોનાનો ચેપ બાળકોને લાગશે તો મુશ્કેલી વધશે. તેમજ બાળકોના હિતમાં સરકારે ધો.૧થી ૫ની સ્કૂલો તાત્કાલિક ધોરણે બંધ કરીને ઓનલાઇન શરૂ કરવી જાેઇએ.