Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદ : લુખ્ખા તત્ત્વોએ મણિનગરમાં આવેલાં કાંકરિયાની AMC સંચાલિત સ્કૂલમાં આતંક મચાવ્યો

પોલીસનો કોઈ ડર ના હોય તેમ અસામાજિક તત્ત્વોએ શાળામાં આગ લગાવી

સ્થાનિક કક્ષાએ અસામાજિક તત્ત્વોનો ત્રાસ બહુ જ વધી ગયું હોવાની જાણ કરાઈ છે. શિક્ષકે સમગ્ર મામલે કાગડાપીઠ પોલીસને કાર્યવાહી કરવા અરજી કરી છે.

અમદાવાદ,
શહેરમાં દિનપ્રતિદિન વધી રહ્યો છે અસામાજિક તત્ત્વોનો આતંક..!
આ વખતે અમદાવાદમાં આવાજ અસમાજિક તત્ત્વોના ટોળાએ સરકારી સ્કૂલને ટાર્ગેટ બનાવી છે. અમદાવાદના મણિનગરમાં આવેલાં કાંકરિયાની AMC સંચાલિત સ્કૂલમાં લુખ્ખા તત્ત્વોએ આતંક મચાવ્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળામાં આવા અસામાજિક તત્ત્વોએ આગચંપી કરી હતી. અસામાજિક તત્ત્વોમાં હવે કાયદો કે, પોલીસનો કોઈ ડર રહ્યો નથી. એને જ કારણે ક્યારેક આવી ટોળકીઓ એકલા બેસેલાં કપલને હેરાન કરે છે, ક્યારેક વાહનોના કાંચ તોડી નાંખે છે. હવે તો એથી પણ આગળ વધીને આવા તત્ત્વો સ્કૂલને પોતાનો ટાર્ગેટ બનાવી રહ્યા છે. આ વખતે આવા લુખ્ખા તત્ત્વોએ મણિનગરના કાંકરિયા વિસ્તારમાં આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાને ટાર્ગેટ બનાવી છે. અસામાજિક તત્ત્વોએ એએમસીની શાળામાં આગ લગાવી દીધી હતી. જાે કે, ફાયરની ટીમે આગ પર કાબુ મેળવી લીધો હતો. આ શાળાના સ્થાનિક શિક્ષકે પોલીસને આ અંગે અરજી કરી છે. જેમાં સ્થાનિક કક્ષાએ અસામાજિક તત્ત્વોનો ત્રાસ બહુ જ વધી ગયું હોવાની જાણ કરાઈ છે. શિક્ષકે સમગ્ર મામલે કાગડાપીઠ પોલીસને કાર્યવાહી કરવા અરજી કરી છે.

ઉલ્લેખનીય છે કે, શાળામાં ઓછા વિદ્યાર્થીઓ હોવાથી શાળા નં-૪ મર્જ કરી વર્ષ ૨૦૨૧માં બંધ કરી દેવાઈ હતી. આગ લાગતા રૂમમાં પડેલા દસ્તાવેજાે બળીને ખાખ થઈ ગયા છે. શાળા નંબર-૪નું પરિસર અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું છે. શિક્ષણના ધામમાં ચાલતી આ પ્રકારની પ્રવૃત્તિ અટકાવવા માટે પણ શિક્ષકે પોલીસને વિનંતી કરી છે. શાળા પરિસરમાં આંગણવાડી ચાલી રહી છે. ત્યારે બીજી તરફ શાળા પરિસરમાં જ જાેવા મળી રહી છે દેશી દારૂની કોથળીઓ અને દારૂની બોટલો..! ગૃહ વિભાગ અને પોલીસ તંત્ર સત્વરે આ અંગે કાર્યવાહી કરે તેવી શિક્ષકો અને વાલીઓની માગ છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *